ઇઝરાયેલ લેસર વોલ તૈયાર કરશે, જે દુશ્મનના હુમલાથી બચાવશે

 

ઇઝરાયેલ: ઇઝરાયેલ એક વર્ષમાં લેસર આધારિત મિસાઇલ ઇન્ટરસેપ્શન સિસ્ટમ તૈયાર કરશે. આ જાણકારી ઇઝરાયેલના પીએમ નફતાલી બેનેટે આપતા જણાવ્યું હતું કે લેસર વોલ ઇઝરાયેલને મિસાઇલ, રોકેટ, ડ્રોન સહિત અન્ય ઘણા જોખમોથી બચાવશે. આ લેસર સિસ્ટમ બનાવનારી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમે આ મિસાઇલને ૨૦૨૪ સુધીમાં તૈનાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ સેનાએ પ્રથમ તૈનાતીનો આગ્રહ રાખ્યો છે. આ સિસ્ટમનું પહેલા પરીક્ષણ કરવામાં આવશે. સફળ ટ્રાયલ પછી તેને કાર્યરત કરવામાં આવશે. તેને પહેલા ઇઝરાયેલના દિક્ષણી પ્રદેશમાં અને પછી અન્યત્ર કાર્યરત કરવામાં આવશે. લેસર આધારિત મિસાઇલ ઇન્ટરસેપ્શન સિસ્ટમ પછી સમીકરણો ઘણા બદલાઇ થશે. અમારા વિરોધીઓને જંગી રોકાણની જ‚ર પડશે. હાલમાં ઉપયોગમાં લેવાતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનો આયર્ન ડોમ ખાતેના પ્રત્યેક ઇન્ટરસેપ્ટર માટે આશરે ૪૦ લાખનો ખર્ચ થાય છે અને દરેક ઇનકમિંગ રોકેટને સામાન્ય રીતે એક કરતાં વધુ ઇન્ટરસેપ્ટરની જ‚ર પડે છે. આવી સ્થિતિમાં, જો કેટલાક હજાર ‚પિયા ખર્ચીને ઇલેકિટ્રક પલ્સ વડે મિસાઇલ અથવા રોકેટને તોડી પાડવું શકય છે, તો તે સારી વાત છે. ઇઝરાયેલના સહયોગીઓને લેસર-આધારિત મિસાઇલ ઇન્ટરસેપ્શન સિસ્ટમ પ્રદાન કરવાનો ઇનકાર કર્યો નથી. આ લેસર સિસ્ટમ અમારા મિત્રોને મદદ કરી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here