આ રાજ્યોને જીતીને ૨૦૧૬માં ટ્રમ્પે મેળવ્યું હતું રાષ્ટ્રપતિ પદ, આ વખતે આવી છે સ્થિતિ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન હોય કે વર્તમાન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ. તેમને જીતની ઉજવણી કરવા માટે રાહ તો જોવી પડશે. પરિણામ આવવામાં સમય લાગશે અને અત્યાર સુધી જે રૂઝાન આવ્યા છે તે પ્રમાણે કાંટે કી ટક્કર છે.

ભારતની જેમ સંયુક્ત રાજ્ય અમેરિકામાં પણ કેટલાંક મુખ્ય એવા રાજ્યા છે જે સ્વિંગ સ્ટેટ ગણાય છે અને આ રાજ્ય ચૂંટણીની દિશા નક્કી કરે છે. આ રાજ્યોને બેટલગ્રાઉન્ડ સ્ટેટ કહેવામાં આવે છે. એવામાં ૨૦૨૦ના પરિણામના ઇન્તઝાર દરમિયાન જાણીએ કે ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણી અને અત્યારની ચૂંટણીમાં આ બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં શું પરિસ્થિતિ રહી.

મુખ્ય રાજ્યોમાં ૨૦૧૬ અને ૨૦૨૦ની 

રાષ્ટ્રપતિની ચૂંટણી

ફ્લોરિડાઃ ૨૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનના ૪૭.૮ ટકા મતની સરખામણીમાં ૪૯ ટકા મતની સાથે આ રાજ્યમાં જીત મેળવી હતી. આ રાજ્યે ફરી એકવાર ટ્રમ્પને પસંદ કરતાં તેમને ૫૦ ટકાથી વધારે સમર્થન મળ્યું છે અને ફરીથી આ રાજ્યને જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ઓહિયોઃ છેલ્લી ચૂંટણીમાં ટ્રમ્પે ક્લિન્ટનથી લગભગ સાત ટકાની સરસાઈ મેળવતાં ૫૨.૧ ટકા મત મેળવીને આ રાજ્ય જીત્યું હતું.  આ વખતે પણ ટ્રમ્પને મોટાપાયે સમર્થન મળ્યું છે.

આયોવાઃ ૨૦૧૬માં પણ ટ્રમ્પને આ રાજ્યમાં આરામથી જીત મળી હતી અને આ વખતે પણ સફળ રહ્યા છે.

એરિઝોનાઃ છેલ્લી ચૂંટણીમાં ૪૯.૫ ટકા મતની સાથે ટ્રમ્પે આ રાજ્ય જીત્યું હતું. ત્યારે આ વખતના રૂઝાનથી ખ્યાલ આવે છે કે ઘ્ફ્ફ્ ટ્રેકર અનુસાર બિડેન બાવન ટકાથી વધારે મત સાથે ટ્રમ્પની આગળ છે.

વિસ્કોન્સિનઃ લગભગ એક ટકાની સરસાઈથી ટ્રમ્પ ૨૦૧૬માં આ રાજ્યને જીતી શક્યા હતા. આ વર્ષની ચૂંટણી માટે અહીંયાથી રૂઝાન હજુ શરૂ થઈ શક્યા નથી.

મિશિગનઃ આ રાજ્યમાં ટ્રમ્પે ક્લિન્ટન પર માત્ર ૦.૩ ટકા પોઈન્ટની સરસાઈ સાથે જીત્યું હતું. જોકે આ વખતે ટ્રેન્ડ પ્રમાણે ટ્રમ્પને ૫૩.૧ ટકા મતનું સમર્થન મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here