આતંકવાદ સામે ભારતની લડાઈને અમેરિકા સાથ- સહકાર આપી રહ્યું છે. ..

0
1131
U.S. Republican presidential nominee Donald Trump appears at a campaign roundtable event in Manchester, New Hampshire, U.S., October 28, 2016. REUTERS/Carlo Allegri/File Photo

 

આતંકવાદ સામેથી ભારતની  લડાઈમાં અમેરિકાનો સાથ- સહકાર મળી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની ભારતની લડાઈમાં ભારતને મજબૂત  સમંર્થન આપ્યું છે. મુંબઈમાં 26-11ના આતંકવાદી હુમલાની 10મી વરસી પર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સ્મૃતિને અંજલિ આપવામાં ડોનાલ્ડ ટ્રમ્પે શાણપણભર્યું વલણ અપનાવ્યું હતું. મુંબઈના એ ક્રૂર – અમાનુષી હુમલામાં આશરે 160થી વધુ લોકોના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મુંબઈ આતંકવાદી હુમલાની 10મી વરસી પર , ન્યાય માટે અમેરિકા ભારતની સાથે છે. આ હુમલામાં 6 અમેરિકન નાગરિ્કો સહિત 166 નિર્દોષ લોકોના મોત થયાં હતા. અમે કયારેય પણ આતંકવાદીઓને નહિ જીતવા દઈએ. તેમને જીતની નિકટ પણ નહિ પહોંચવા દઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here