આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઇરાદે હત્યા

 

આણંદઃ અમેરિકામાં ગુજરાતીઓની  હત્યાનો સિલસિલો હજી યથાવત્ છે. આણંદમાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઈરાદાથી હત્યા કરવામાં આવી છે. મૃતક આણંદના વિદ્યાનગરના રહીશ છે. અમેરિકાના સાઉથ કેરોલીનાના બ્લેકવિલમાં આ ઘટના બની હતી. અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના રહીશ પર લૂંટારાઓ ગોળીબાર કરીને લૂંટ ચલાવીને ભાગી ગયાં હતાં. જે બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૮ મી સપ્ટેમ્બરે અશ્વિન પટેલ નામના ગુજરાતીની ગોળી મારીને  હત્યા કરવામાં આવી છે. અશ્વિન પટેલ છેલ્લાં ૩૦ વર્ષથી અમેરિકાના સાઉથ કેરોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા. તેમનો પરિવાર પણ ત્યાં જ રહે છે. તેઓ આ જ વિસ્તારમાં પોતાનો કન્વીનિયન સ્ટોર ધરાવતા હતા. ૮ સપ્ટેમ્બરના રોજ ગ્રાહકના સ્વાંગમાં કેટલાક અશ્વેત લૂંટારુંઓ તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા. જેઓએ લૂંટના ઇરાદે તેમની હત્યા કરી હતી. અશ્વિનભાઈ મૂળ વિદ્યાનગરના નર્મદાવાસમાં રહેતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અશ્વેત લૂંટારુઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે. અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓ તેમના ટાર્ગેટ પર હોય છે. આવામાં વારંવાર અમેરિકામાં ગુજરાતીઓની સલામતી પર પ્રશ્નો ઉભા થતા હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here