આગામી 16 જુલાઈએ  વિશ્વની બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકાના વડાઓ વચ્ચે શિખર મંત્રણા

0
827
Russia's President Vladimir Putin speaks during a session of the Valdai Discussion Club in Sochi, Russia October 19, 2017. REUTERS/Alexander Zemlianichenko/Pool

દીર્ઘ સમયના અવરોધ બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન  વચ્ચે 16મી જુલાઈના શિખર મંત્રણા યોજાઈ રહી છે. આ શિખર મંત્રણા ફિનલેન્ડની રાજધાની હેલસિન્કીમાં યોજાઈ રહી છે.  11 અને 12 જુલાઈના યોજાયેલી નાટો ( નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન)ની શિખર મંત્રણા પૂર્ણ થયા બાદ ટ્રમ્પ અને પુટિન વચ્ચે મુલાકાત યોજાશે. આ મંત્રણા દરમિયાન બન્ને નેતાઓ અમેરિકા અને રશિયાના પારસ્પરિક સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષાના  વિષયો ચર્ચાય એવી સંભાવના છે.રશિયા અને અમેરિકાએ આ મુલાકાતનો સમય અને સ્થળની જાહેરાત એકસાથે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here