આખરે ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશનનો વિવાદાસ્પદ નિર્ણય પાછે ખેંચી લીધો..

 

    પ્રમુખપદની ચૂંટણી નજીક આવી રહી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈમિગ્રેશન અંગે લીધેલા નિર્ણયો બુમરેગ થયા છે. કોરોના મહામારીના સમયગાળામાં તેમના નિર્ણયો અનેક વિદેશી વિદ્યાર્થીઓ માટે મુસીબત ઊભી કરી રહ્યા છે. ટ્રમ્પના વહીવટીતંત્રે નિર્ણય લીધો હતો કે, અમેરિકામાં રહીને અહીંની યુનિવર્સિટીમાં ઓનલાઈન અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીોના વિઝા કેન્સલ કરવામાં આવશે. આવો ઓનલાઈન સ્ટડી – કોર્સ કરનારા વિદેશી વિદ્યાર્થીઓએ પોતાના વતન પરત જવું પડશે. આવા વિદ્યાર્થીઓના સમુદાયમાં મોટાભાગે ભારતના વિદ્યાર્થીઓ પણ હતા. કોરોનાના સંકટને લીધે અનેક વિ્દ્યાર્થીઓએ યુનિવર્સિટીના અભ્યાસક્રમને મૂકીને ઓનલાઈન અભ્યાસક્રમના વિકલ્પને પસંદ કર્યો હતો. પોતાના જીવનની સલામતી અને ભવિષ્યની ચિંતા – બન્ને પરિસ્થિતિનો વિચાર કરીને વિદેશી વિદ્યાર્થીઓએ ઓનલાઈનનો વિકલ્પ પસંદ કર્યો હતો. ટ્રમ્પની સરકારે આવા વિદેશી વિદ્યાર્થીઓની હકાલપટ્ટીનો ફેંસલો કર્યો, જેની સામે હા્ર્વર્ડ યુનિવર્સિટી સહિત અન્ય સંસ્થાઓએ કાનૂનનો આશરો લઈને અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. ટ્રમ્પના આદેશનો વિરોધ કરનારી શૈક્ષણિક સંસ્થાઓએ જણાવ્યું હતું કે, આવા નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે તો વિદ્યાર્થીએ માત્ર વ્યક્તિગત ધોરણે 

( કારકિર્દી) જ નહિ, આર્થિક રીતે પણ નુકસાન સહન કરવું પડશે. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉપરોક્ત નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો છે અને વિદેશી વિદ્યાર્થીઓને હાલ પૂરતી રાહત મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here