આખરે ઝાયકોવ-ડી રસી બજારમાં

 

નવીદિલ્હીઃ જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ૨૬૫ રૂપિયાની ઝાયડસ કેડિલાની ‘ઝાયકોવ-ડી’ બજારમાં આવી ગઇ છે, અને કેન્દ્ર સરકારે અમદાવાદની કંપની ત્રણ ડોઝવાળી રસી ઝાઈકોવ-ડીની એક કરોડ રસી ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે. ચાલુ માસે જ આ રસી પણ રસીકરણ અભિયાનમાં સામેલ થઈ જશે. દેશમાં વિકસિત આ પહેલી એવી કોરોનાની રસી છે જે ડીએનએ આધારિત અને ઈન્જેક્શન વગરની છે. ઝાઈકોવ-ડી પહેલી એવી રસી છે જે ભારતે ૧૨ વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને લગાવવા માટે મંજૂર કરેલી છે. આની કિંમત ૩પ૮ રૂપિયા છે. તેની કિંમતમાં ૯૩ રૂપિયાની જેટ એપ્લીકેટરનો ખર્ચ પણ સામેલ છે. જેની મદદથી આ રસી આપવામાં આવશે. આ રસીનાં ડોઝ ૨૮ દિવસનાં અંતરે આપવાના રહેશે.  આ રસી ૧૨ થી ૧૮ વર્ષની વયના લોકોને આપવામાં આવશે. આ સાથે જ આ વેક્સિન રાષ્ટ્રીય કોરોના વાઈરસ વિરોધી અભિયાનમાં ચાલુ મહિને સામેલ થઈ જશે. શરૂઆતમાં તેને માટે વયસ્કોને જ પ્રાથમિકતા આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here