આંદોલન નહીં કરો તો દેશમાં ભૂખના આધારે રોટલીની કિંમત નક્કી થશેઃ ટિકૈત

 

બારડોલીઃ સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિરસ્થિત આયોજિત ખેડૂત મહા પંચાયતમાં જણાવ્યું હતું કે, ગોડાઉનમાં ખેડૂતોનો પાક સંગ્રહ કર્યા બાદ દેશમાં ભૂખ કેટલી છે તેના આધારે રોટલીની કિંમતે નક્કી થશે. રોટલી તિજોરીમાં બંધ થઈ જશે. આવું થાય તે માટે આંદોલન કરવું પડશે. તેમણે ગુજરાતના ખેડૂતોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આંદોલનમાં જોડાવવા અપીલ કરી હતી. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત સોમવારે સાંજે બારડોલી પહોંચ્યા હતા. તેઓ સીધા સ્વરાજ આશ્રમ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાને પહોંચી ત્યાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેઓ બારડોલી નજીક આવેલા પ્રસિદ્ધ કેદારેશ્વર મહાદેવ મંદિર સ્થિત આયોજિત સભા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતની કોઈ માહિતી બહાર જતી નથી. ગુજરાતના લોકો પૂર્ણ રીતે બંધનમાં છે. અહીંના લોકોએ આંદોલનમાં દિલ્હી જવું હોય તો આબુ રોડથી જવું પડે છે.

ગામના સરપંચ કે પોલીસ જમાદારને ખબર ન પડે એ રીતે જવું પડે છે. ખેડૂતો શું કરે છે અને ક્યાં જાય છે તેનું તમામ પ્રકારનું રિપોર્ટિંગ થાય છે, તેમણે કહ્યું કે, ગુજરાતના પ્રધાનમંત્રી બની શકે પણ અહીં ખેડૂત દિલ્હીના આંદોલનમાં નહીં જઈ શકે એ ક્યાંનો ન્યાય. હવે તો એ પરત આવશે અથવા તો અહીંના ખેડૂતો પણ દિલ્હી જશે. આ ખેડૂતોની આઝાદીની લડાઈ છે. એમાં લોકોએ સામેલ થવું પડશે. આ સરદાર પટેલની ધરતી છે. અહીંથી જ અંગ્રેજો સામે આંદોલન થયું. બંને પ્રકારનાં આંદોલન થશે. જો અહીં સરકાર શાંતિપૂર્ણ રીતે આંદોલન કરાવવા માંગે છે તો તે રીતે થશે અને ક્રાંતિથી કરાવવા માંગે છે તો ક્રાંતિથી પણ આંદોલન કરવા તૈયાર છીએ. પોલીસ અંગે ટિપ્પણી કરતાં રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દબાણમાં કામ કરે છે, જે હવે નહીં થાય. ગુજરાતની પોલીસ ફોર્સ ખૂબ જ એક્ટિવ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here