આંદોલનકારી ખેડૂતો કૃષિ કાયદાઓ પરત ખેંચવા પર અડગ, ૧૪મીએ દેશવ્યાપી પ્રદર્શન

 

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકાર તરફથી સુધારણા પ્રસ્તાવને ફગાવી આંદોલન વધારે ધારદાર કરવાનો નિર્ણય લીધો હતો. મંગળવારે આંદોલનકારી ખેડૂતોએ ભારત બંધનું આહ્વાન કર્યુ હતું, જે પછી કેન્દ્ર સરકારે ખેડૂત આગેવાનો સમક્ષ નવા કૃષિ કાયદાઓમાં સુધારણાના વિકલ્પ હેઠળ પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ ખેડૂત આગેવાનોએ તેનો અસ્વીકર કરતા કાયદાઓને રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ રહ્યા હતા. 

સરકારના સુધારણા પ્રસ્તાવને લઇને ખેડૂત આગેવાનોએ કરેલી બેઠકમાં આંદોલનને વધુ તેજ કરવાનો નિર્ણય લેવાયો હતો અને હવે આંદોલનકારી ખેડૂતો દિલ્હી-ઉત્તર પ્રદેશ હાઇવે અને રાજસ્થાન હાઇવે પર કબજો લેવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય દિલ્હીમાં નાકાબંધી કરી હોવાના અહેવાલ પણ હતા. 

ખેડૂતો આગેવાનોનું કહેવું હતું કે જે સુધારણા પ્રસ્તાવ સરકારે મોકલ્યો હતો તેને નામંજૂર કરી દેવાયો છે. તેમણે સરકારને ચેતવણી આપી હતી કે નવા કૃષિ કાયદાઓને પાછા ખેંચવામાં નહીં આવે તો આંદોલનને ઉગ્ર બનાવીશું.

બીજી તરફ ખેડૂત આંદોલનને સમર્થન આપી રહેલા વિપક્ષ દળોના નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શરદ પવાર, સીતારામ યેચુરી, ડી રાજા અને ટીકેએસ એલાનગોવન સામેલ થયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન દિલ્હી બોર્ડર પર થઇ રહ્યું છે અને તેના ૧૪માં દિવસે પણ બંને પક્ષો વચ્ચે થયેલી વાટાઘાટોના કોઇ ચોક્કસ પરિણામ આવ્યા નથી. 

અડગ ખેડુતોએ કૃષિ કાયદો પાછો ખેંચવાની માંગણી કરવાની સરકારની દરખાસ્તને નકારી છે. ખેડુતોએ દેશભરમાં આંદોલન સઘન કરવાની ચેતવણી આપી છે. ૧૪ ડિસેમ્બરે દેશભરમાં ધરણા કરવામાં આવશે. ૧૨ ડિસેમ્બરે દિલ્હી-જયપુર હાઇવે બંધ કરાશે. તમામ ટોલ પ્લાઝા મફત કરવામાં આવશે. ખેડુતોએ દિલ્હીના રસ્તાઓ રોકીને ભાજપના કાર્યાલયોને ઘેરી લેવાની પણ વાત કરી છે. ખેડુતોએ રિલાયન્સ અને અદાણીના તમામ ઉત્પાદનોના બહિષ્કારની ચેતવણી પણ આપી છે. ખેડુતોએ જણાવ્યું હતું કે એમએસપી ગેરંટી કાયદો બને ત્યાં સુધી તેઓ આંદોલન સમાપ્ત નહીં કરે. સરકારે એમએસપી, મંડી સિસ્ટમ પર તેના ભાગમાં કેટલાક સુધારા સૂચવ્યા હતા. કરાર ખેતી કાયદામાં પણ ખેડૂતો માટે ઘણી સમસ્યાઓ છે, જે જોતા આ કાયદામાં પણ સુધારો કરવામાં આવશે. ખાનગી કંપનીઓની મનસ્વીતા સામે પણ ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં સરકારે નિર્ણય લીધો છે કે ખાનગી કંપનીઓ પર થોડો ટેક્સ લગાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here