અરવિંદ મણિયારનાં સત્કર્મને આલેખતા પુસ્તક ‘પ્રકાશના પંથે’નું લોકાર્પણ


રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ મેયર સ્વ. અરવિંદભાઈ મણિયારનાં સત્કર્મને આલેખતા પુસ્તક પ્રકાશના પંથેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થયું હતું. આ પ્રસંગે આરએસએસના સરવાહક ભૈયાજી જોશી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (તમામ ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ મેયર સ્વ. અરવિંદભાઈ મણિયારનાં સત્કર્મને આલેખતા પુસ્તક પ્રકાશના પંથેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થયું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અરવિંદભાઈ મણિયારનું જીવનચરિત્ર નવી પેઢીના નેતાઓને પ્રેરણા આપતું રહેશે.
અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ દ્વારા રાજકોટમાં યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રીએ સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે માનવીનો જન્મ થાય તે પછી 25 વર્ષના આયુષ્ય પછી ભણીગણીને પગભર થવાનો પ્રયાસ કરે છે. એ પછી 30 વર્ષની આયુ સુધીમાં ગૃહસ્થીમાં પરોવાય છે અને સમાજસેવા કરવા માટે પછી વિચારી શકે છે, પરંતુ અરવિંદભાઈએ પોતાના 49 વર્ષના આયુષ્યના 18 વર્ષ સુધી સમાજની અને દેશની સેવા કરી સમાજઘડતરનું મહાન કાર્ય કર્યુંછે. તેઓનું અનેરું વ્યક્તિત્વ હતું, લોકોને મળી તેમની સમસ્યા જાણી પ્રશ્નો ઉકેલવા તેઓ સતત તત્પર રહેતા હતા.


પોતાને મણિયારના માનસપુત્ર ગણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે એ વખતે એમણે અનેક લોકોના જાહેર જીવનના ઘડતરનું કાર્ય કર્યું હતું. તેઓ એ વખતે કહેતા કે આ લોકોને અમે વાશ નાખી જઈએ છીએ. અમે નહિ હોય, પણ આ પેઢી શાસન સાથે સમાજસેવા કરતી હશે અને એ વાત આજે સત્ય સાબિત થઈ છે. મણિયાર એક વિચાર, ધ્યેય અને મિશન સાથે કામ કરતા હતા તેમના કારણે જનસંઘ, ભાજપ, રાજકોટ નાગરિક બેન્ક, આરએસએસ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મજબૂત બન્યા છે.
આરએસએસના સરવાહક ભૈયાજી જોશીએ અરવિંદ મણિયારના સામાજિક અને રાજકીય સમર્પણને બિરદાવતાં તેમને પ્રેરણાદાયી કર્મયોગી ગણાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here