અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડેનની જીતમાં છુપાયેલી છે ચીનની હાર

 

વોશિંગટન/પેઇચિંગઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ, તાઇવાન અને ભારતને લઈને ચીન પર જોરદાર હુમલો કર્યો હતો. ટ્રમ્પે કોરોના વાઇરસને ચાઇના વાઇરસ ગણાવ્યો હતો. હવે ચૂંટણી પરિણામમાં જો બાઇડેન જીત તરફ આગળ વધી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેન પર ચીનને લઈને નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે જીત ગમે તેની થાય, પરંતુ ચીની ડ્રેગનની ચિંતા વધવાની છે. 

નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકામાં જીત ભલે ડોનાલ્ડ ટ્રમ્પની થાય કે બાઇડેનની, બંને વિસ્તારવાદી નીતિ અપનાવવામાં લાગેલા ચીન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવશે. ટ્રમ્પે ચીનને લઈને હુમલો કર્યા બાદ બાઇડેને પણ ચીનને પાઠ ભણાવવાનું વચન આપ્યું હતું. ચીની મામલાના અમેરિકી નિષ્ણાંત મરિઓન સ્મિથે કહ્યું કે, ચીન આજે અમેરિકા માટે સુરક્ષા, આર્થિક અને મૂલ્યો પ્રમાણે સૌથી મોટો ખતરો બની ગયું છે. તેમણે કહ્યું કે, બાઇડેનનો ચીન પર વધુ ભાર છે. સીનેટરથી લઈને ઉપરાષ્ટ્રપતિના પોતાના ૪૫ વર્ષના રાજકીય કાર્યકાળમાં જો બાઇડેને ચીન અને અમેરિકા વચ્ચે એકજૂથતા પર ભાર આપ્યો હતો. વર્ષ ૨૦૧૩માં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે જો બાઇડેનને પોતાના જૂના મિત્ર ગણાવ્યા હતા. ત્યારબાદ બાઇડેન ચીન પ્રત્યે કડક વલણ અપનાવી શકે છે. પહેલાથી ચાલી રહેલો ચીનની સાથે તણાવ વધુ વધી શકે છે. 

તેમણે કહ્યું કે, બાઇડેનની ચીની નીતિ ટ્રમ્પ સાથે મળતી આવે છે. બાઇડેને કહ્યું કે, તેઓ ચીન પર આર્થિક દબાવ બનાવી રાખશે. જો બાઇડેને જાહેરાત કરી કે ચીન વિરુદ્ધ અભિયાનમાં તે વૈશ્વિક સમન્યવને ટ્રમ્પથી વધુ પ્રોત્સાહન આપશે. જો બાઇડેને માનવાધિકારોના ઉલ્લંઘનના મુદ્દા પર ચીનની આકરી ટીકા કરી હતી. તેમણે ઉઇગર મુસલમાનો પર અત્યાચારોને નરસંહાર ગણાવી દીધો હતો. 

ચૂંટણી પ્રચાર દરમિયાન બાઇડેને ચીનને અમેરિકાનો સૌથી મોટો વિરોધી ગણાવ્યો હતો. તેમણે કહ્યું મને લાગે છે કે સૌથી મોટો વિરોધી ચીન છે. અને તે વાત પર નિર્ભર કરે છે કે આપણે કઈ રીતે સંભાળીએ છીએ. તે નક્કી કરશે કે આપણે હરીફ છીએ કે આપણે તાકાતનો પ્રયોગ કરનાર વધુ ગંભીર હરીફ છીએ. તેમણે રશિયાને અમેરિકી સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here