અમેરિકી ઇમિગ્રેશનના હેતુસર શું મારાં લગ્ન ‘કાયદેસર લગ્ન’ ગણાય?

0
1430

યુએસ ઇમિગ્રેશન કાયદાઓ અંતર્ગત લગ્નની માન્યતા નક્કી કરશે કે વિદેશી નાગરિક પરિવાર-આધારિત ઇમિગ્રન્ટ અથવા નોન-ઇમિગ્રન્ટ વિઝા મેળવવા, ગેરકાયદે દરજ્જો કાયદેસર કરવા, વેઇવરના દેશનિકાલની ફાઈલ કરવા પાત્ર છે કે નહિ.
ધ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી એક્ટ (આઇએનએ) યુએસ ઇમિગ્રેશન લોની પાયાની સંસ્થા છે, તે કડક શરતોને આધીન મેરેજ અથવા સ્પાઉસની વ્યાખ્યા નક્કી કરી શકતી નથી કે બે નાગરિકો લગ્નની માન્યતા નક્કી કરવાના હેતુ માટેની વ્યાખ્યાને અનુરૂપ ધારાધોરણો અનુસરતા હોય.
તેના બદલે આઇએનએને એ નક્કી કરવા માટે લગ્નની આસપાસના સંજોગોના વર્ગીકરણની જરૂર પડે છે કે માન્ય લગ્ન માટે ઓછામાં ઓછાં ત્રણ પાસાં પરિપૂર્ણ થયેલાં હોવા જોઈએ. આ લેખનો હેતુ ઇમિગ્રેશન હેતુઓ માટે લગ્નની ઓછામાં ઓછી જરૂરિયાતોની છણાવટ કરવાનો છે.
ઐતિહાસિક અગ્રદષ્ટિ પૂરી પાડવા માટે, એ નોંધવું મહત્ત્વનું છે કે કેસ લોના અર્થઘટનના પરિણામે લગ્નની માન્યતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી પ્રારંભિક શરૂઆત આઇએનએ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી હતી.
આઇએનએ અંતર્ગત લગ્નની કાયદેસરતા નક્કી કરવા માટે યુએસ એટર્ની જનરલ, બોર્ડ ઓફ ઇમિગ્રેશન અપીલ્સ (બીઆઇએ), ઇમિગ્રેશન સત્તાવાળાઓ, મોટા ભાગની ફેડરલ કોર્ટો દ્વારા માળખું અમલી બનાવવામાં આવ્યું છે.
આ જ પ્રકારનું માળખું ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ (ડીઓએસ) ફોરેન અફેર્સ મેન્યુઅલમાં ઠરાવવામાં આવ્યું છે. યુએસ ઇમિગ્રેશન હેતુઓ માટે કોઈ પણ લગ્નની માન્યતા વર્ગીકૃત કરવા માટે માળખું નીચે મુજબનાં ત્રણ પરિબળો પર આધારિત છેઃ
1. જ્યાં લગ્ન થયાં હોય અથવા જ્યાં લગ્નની ઉજવણી થઈ હોય તે સ્થળના કાયદાઓ,
2. યુનાઇટેડ સ્ટેટ્સમાં નિવાસનું રાજ્ય અથવા સૂચિત નિવાસનું રાજ્યના કાયદાઓ,
3. ઇમિગ્રેશન હેતુઓ માટે લગ્નના બોનાફાઇડ. યુએસ ઇમિગ્રેશન કાયદાઓ અંતર્ગત કાયદેસર લગ્ન માટે તમામ ત્રણ પરિબળોને સંતોષવાં જરૂરી છે.
ઇમિગ્રેશન સત્તાવાળાઓ અને ફેડરલ કોર્ટો આગ્રહ રાખે છે કે જ્યાં લગ્નની ઉજવણી થઈ રહી હોય તે રાજ્ય અથવા દેશની પ્રક્રિયા અથવા મૂળ જરૂરિયાતોને અનુસરતા હોવા જોઇએ.
જ્યારે લગ્ન કાયદેસર માન્ય હોય કે જ્યાં ઉજવણી થઈ હોય અને સંબંધોની કેટેગરીની માન્યતા માટે કોઈ મજબૂત જાહેર નીતિ ન હોય, તો યુએસ ઇમિગ્રેશન સત્તાવાળાઓ એ વાત પર ધ્યાન આપે છે કે દંપતીનું એકબીજાનું જીવન ઇમિગ્રેશનના હેતુઓ માટે બોનાફાઇડ-વિશ્વાસપાત્ર છે કે નહિ.
જોકે યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના અન્ય વિસ્તારો સર્વાનુમતે લગ્ન માટે સામાન્ય નિયમને માન્યતા આપે છે અને જ્યાં ઉજવણી થઈ હોય તેને માન્યતા આપે છે. ઇમિગ્રેશનના હેતુઓ માટે લગ્નની માન્યતાની આકારણી કરવામાં આવે છે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો સંપર્ક  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here