અમેરિકામાં હવે ગ્રીનકાર્ડ મેળવવું વધુ મુશ્કેલ બનશે..  ..

0
1063
U.S. Republican presidential nominee Donald Trump appears at a campaign roundtable event in Manchester, New Hampshire, U.S., October 28, 2016. REUTERS/Carlo Allegri/File Photo

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન 60 દિવસ બાદ એવો નિયમ અમલમાં લાવવા માગે છેકે અમેરિકામાં બહારથી આવેલા લોકોને ગ્રીનકાર્ડ નહિ આપવામાં આવે. તેમજ તેમના અસ્થાયી વિઝાને વધારવાની મંજૂરી પણ નહિ આપવામાં આવે. માનવામાં આવી રહ્યું છેકે આની સૌથી માઠી અસર ભારતીયો પર પડશે. જે લોકો ગરીબ છે તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો લાભ લઈને અમેરિકામાં રહેછે. અમેરિકાના નિવાસીઓની જેમજ અમેરિકામાં પ્રવાસે આવનારા વિદેશીઓને તેમજ ત્યાં સ્થાયી નિવાસ માટે મંજૂરી મેળવનારા વિદેશીમૂળના લોકોને અનાજ, આવાસ, ચિકિત્સા તેમજ અન્ય સરકારી યોજનાઓનો લાભ મળે છે. જે આગામી 15મી ઓકટોબરથી લાગુ કરવામાં આવનારા નિયમ બાદ નહિ મળે. 

 હવે અમેરિકન સરકારનું વહીવટીતંત્ર વિઝા આપતાં પહેલાં તપાસ કરશેકે અમેરિકામાં આવનારી વ્યક્તિ પોતાની જવાબદારી ઉઠાવવામાં સક્ષમ છે કે નહિ. તેના માટે કડક નિયમ બનાવવામાં આવ્યો છે. 

 અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસ્થામાં ફેરફાર કરવો એ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતામાં સૌ પ્રથમ કાર્ય છે.તેઓ  કાયદેસર તેમજ ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં ઘટાડો કરવા માગે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here