અમેરિકામાં એચ-1બી વિઝાધારકોના જીવનસાથીને મળેલો કામ કરવાનો કાનૂની અધિકાર રદ કરવાની પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોશિશ કરી રહ્યા છે…..

0
1111

અમેરિકાના  ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના સમયકાળ દરમિયાન 2015ના વરસમાં અમલી બનાવાયેલા કાનૂન- એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટસ ( ઈએડી) ની જોગવાઈ હેઠળ, એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓને આપવામાં આવેલો કામ કરવાનો અધિકાર રદબાતલ કરવાની તૈયારી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર કરી રહ્યું હોવાનું અધિકૃત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા 2018ના અંત સુધીમાં આ અધિકાર નાબૂદ કરવાના નિર્ણય વિરુધ્ધ કેસ ચાલતો હોવાથી હાલની તકે આ કાનૂન રદ કરી શકાયો નથી. જો ડોનાલ્ડ ટ્રમ્પ આ કાનૂનને લાગુ કરવામાં સફળ  થશે તો 1 લાખથી વધુ વિઝાધારકોની નોકરી માટે ખતરો ઊભો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here