અમેરિકાનો ટ્રેડ- વોર – અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બાકાત કરી દીધું…

0
1042

 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે, ભારત તરફથી તેમને એવી કોઈ બાંહેધરી કે આશ્વાસન આપવામાં નથી આવ્યું કે તે પોતાના બજારોમાં અમેરિકાના ઉત્પાદનોને બરાબરની છૂટ આપશે. આ કારણે જ અમેરિકાને ભારત સામે આ પગલું ભરવાનો નિર્ણય લેવો પડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિબંધને કારણે અમેરિકાના વ્યાપારિક હિતોને ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. ભારતને લાભાર્થી વિકાસશીલ દેશનો દરજ્જો પાછો ખેચી લેવામાં આવ્યો છે્. અત્યાર સુધી અમેરિકા ચીનના વ્યાપાર પર આ પ્રકારના પ્રતિબંધ લગાવતું હતું , પણ હવે તે ભારત પર પણ આવી કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. વિશેષ દરજ્જાના રાષ્ટ્રને ટેકસમાં છૂટ આપવાનો આ જીએસપી પ્રોગ્રામ 1970માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી ભારતને તેનો લાભ મળી રહ્યો હતો. ટ્રમ્પના આ નિર્ણયની ભારતને ઘણું નુકસાન ભોગવવું પડશે. અત્યારસુધી ભારત જીએસપી ( જનરલાઈઝડસિસ્ટમ ઓફ પ્રેફરન્સ) હેઠળ સૌથી મોટો લાભાર્થી દેશ ગણાતો હતો. પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સખત કાર્યવાહીને ભારત સાથેના વ્યાપારસંબંધી મુદા્ બાબત આકરા વલણ તરીકે ગણવામાં આવી રહી છે. ભારતને જીએસપી અંતર્ગત, 40 હજાર કરોડ રૂપિયાની નિકાસ પર આયાત ડ્યુટી ભરવી નહોતી પડતી. ગત 4 માર્ચે જ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતને આ લાભમાથી બાકાત કરવામાં આવશે. 2017માં જીએસપી અંતર્ગત, ભારતે અમેરિકાને 5.6 અબજ ડોલરથી વધુ કરમુક્ત નિકાસ કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here