અમેરિકાના સંરક્ષણ મંત્રી તરીકે જનરલ લોઇડ ઓસ્ટીન નિમાયા 

 

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડને સેનાના નિવૃત્ત જનરલ લોઇડ ઓસ્ટીનને અમેરિકાના સંરક્ષણ મંત્રી તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. તેમની નિમણુંક કન્ફર્મ કરાશે તો પેન્ટાગોનનું નેતૃત્વ કરનાર અને સંરક્ષણ મંત્રી બનનાર તેઓ પ્રથમ અશ્વેત અમેરિકન હશે. જનરલ લોઇડ ઓસ્ટીનનની ચાર દાયકાની સેનાની સેવા ખુબ જ પ્રશંસનીય રહી હતી. તેઓ અમેરિકાના સંરક્ષણ મંત્રી બનનાર ૨૮માં હશે.

‘જનરલ ઓસ્ટીન પણ મારી એ માન્યતાને શેર કરે છે કે આપણો દેશ એ વખતે જ મજબૂત હોય છે જ્યારે આપણે શક્તિના દાખલા તરીકે નહીં, બલકે દાખલાની શક્તિ દ્વારા નેતૃત્વ કરીએ. તેમની આજીવન સમર્પિત સેવા તેમજ વ્હાઇટ હાઉસ સ્ટેશન રૂમ તેમજ સેના સાથે અમે સાથે વિતાવેલા અનેક કલાકો જનરલ ઓસ્ટીને દર્શાવ્યું કે ચરિત્ર કેવું હોય અને નેતૃત્વ કેવું હોય’ એમ બાયડને ઓસ્ટીનને જાહેરાત કરતાં કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે હાલના સંજોગોમાં આપણે જે સહન કરીએ છીએ તો કટોકટી અને પડકારોનો સામનો કરવા જનરલ લોઇડ ઓસ્ટીન સંપૂર્ણપણે સક્ષમ છે. માન-સન્માન સાથે આપણી સેનાનું નેતૃત્વ કરવા એક વિશ્વાસુ સાથી તરીકે હું તેમની સાથે કામ કરવા આતુર છું. તેઓ વૈશ્વિક ધમકીઓ મળતી હોય ત્યારે આપણા સાથીઓ સાથે કામ કરવા તેઓ તમામ તાકાત લગાડી દેશે અને અમેરિકનોની સુરક્ષા અને સલામતીની ખાતરી કરાવશે. અમેરિકન સેનાના ઇતિહાસમાં એક સિદ્ધહસ્ત, સન્માનીય અને હકારાત્મક વ્યક્તિ એવા  ઓસ્ટીન અમેરિકન સેનામાં ૪૦ વર્ષની સેવા પછી ૨૦૧૬માં  નિવૃત્ત થયા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર તરીકે સેવા આપનાર પ્રથમ અશ્વેત ઓસ્ટીન એક કસાયેલા અને પારખાયેલા નેતા છે જેમણે અનેક ગુચંવણોને ઉકેલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here