અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાતે 

 

    અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન તાજેતરમાં ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાત માટે દિલ્હી પહોચ્યા હતા. અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સુરક્ષાની પરિસ્થિતિ, તાલીબાનનો વધી રહેલો પ્રભાવ, હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારવા માટેના પગલાં, કોરોનાની મહામારી વિરુદ્ધ લેવામાં આવી રહેલા વિવિધ પગલા વગેરે મુદ્દાઓ બાબત તેઓ વિસ્તૃત ચર્ચા કરશે. તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ચર્ચા – વિચારણા કરશે. 

 ભારત એમની સાથે ચર્ચા કરતાં એ વાત જરૂર રજૂ કરશેકે પાકિસ્તાન દ્વારા ,સીમાપારના આતંકવાદને અપાતી મદદ  કે આતંકવાદને મળતા ફંડ અને તેને કારણે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલી આતંકની દહેશતને કાબૂમાં લાવવા માટે પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવી જોઈએ. પાકિસ્તાનના આતંકી ચહેરાને વિદેશમંત્રી બ્લિંકન સમક્ષ પેશ કરવાની ભારતના વિદેશમંત્રી પૂરતી કોશિશ કરશે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસૂફ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પરત બોલાવી લીધા બાદ અમેરિકા એવું ઈચ્છે છે કે,પાકિસ્તાન એને કેટલાક સૈન્ય સ્થાનો સ્થાપવા  માટે  પરવાનગી આપે. જયારે પાકિસ્તાન અમેરિકાની મદદ કરવાના બહાના હેઠળ તેના પર લાગેલા કેટલાક પ્રતિબંધો રદ કરાવવાની તજવીજ કરવા પ્રયાસ કરે એવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here