અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી- નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મંત્રણા કરવાનું ફળદાયી નહિ લાગે તો અધવચ્ચે મીટિંગ છોડીને જતો રહીશ …

0
1071
Reuters

 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે કરેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, પરમાણુ નિઃ શસ્ત્રીકરણ માટે ઉત્તર કોરિયા પર દબાણ લાવવું ખૂબ જ જરૂરી છે. થોડાક સમય પહેલા જ પ્રમુખ ટ્રમ્પે મિડિયાને જણાવ્યું હતું કે, તે આગામી જૂન મહિનામાં કે તેનાથીય વહેલા ઉત્તર કોરિયાના શાસક સાથે મુલાકાત યોજશે. આ મુલાકાત માટેનું સ્થળ પસંદ કરવા માટે અમેરિકા અને ઉત્તર કોરિયાના પાંચ અધિકારીઓ પાંચ સ્થળો બાબત વિચાર-વિમર્શ કરી રહ્યા છે. આ બાબત વધુ સ્પષ્ટતા કરતા પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, જો અમને લાગશે કે આ મુલાકાતમાંથી કશું નક્કર પરિણામ આવવાનું નથી, તો અમે મુલાકાત રદ કરીશું. બેઠક દરમિયાન પણ મને એવું લાગશે કે આ બેઠકમાં કશો ફાયદો  નહિ થાય , તો હું અધવચ્ચેથી બેઠક છોડીને જતો રહીશ.ત્યાર પછી અમે એ જ કરીશું , જે કરવાની અમને જરૂર લાગશે.

તેમણે જણાવ્યું હતું કે, જો કિમ જોંગ ઉન સાથેની મંત્રણા સફળ થશે તો એ તમામ વિશ્વ માટે ખૂબ જ સારી ઘટના ગણાશે. અમે આશા રાખીએ છીએ કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે વાતચીતનો દૌર શરૂ થાય એ દરમિયાન બન્ને રાષ્ટ્રના લોકોમાં ખુશહાલી ,સુરક્ષા અને  શાંતિનું વાતાવરણ રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here