અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છેઃ ચીન સહિત દરેક જણે અમેરિકાનો ફાયદો ઊઠાવ્યો છે. ..

0
939
FILE PHOTO: U.S. President Donald Trump walks from Marine One upon his return to the White House in Washington, U.S., March 19, 2017. REUTERS/Joshua Roberts

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીન અમેરિકાથી વિપુલ માત્રામાં ધન કમાઈને પોતાના દેશનું પુનર્નિર્માણ કરી રહયો છે. છતાં 3 મહિનામાં જ તેમના વાણિજય- બજાર ક્ષેત્રમાં 32 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ અમેરિકા ચીન સહિત કોઈ પણ દેશને પોતાનું મનફાવતું નહિ કરવા દે. તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવેલા પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રજેજ ડુડાના સાથે વાઈટ હાઉસમાં  યોજવામાં આવેલી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીન દરેક વરસે 500 અબજ ડોલર અમેરિકાથી લઈ જાય છે.દુનિયાભરના દેશ અમેરિકાનો લાભ ઊઠાવી રહયા છે, પણ હવે હું એમને મનફાવતું કરતાં રોકીશ. ચીન અમેરિકાથી ધન લઈ જાય છે અને પોતાનું નિર્માણ કરે છે. અમેરિકાના કારણે જ ચીનનું અર્તતંત્ર ટકી શક્યું છે. અમેરિકાનું આંતર રાષ્ટ્રીય બજાર રોકેટની ગતિથી આગળ ધપી રહ્યું છે. જયારે ચીનનું બજાર 32 ટકા નીચે ઊતર્યું છે.

પ્રુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું હતું કે, તેઓ વ્યાપારના અસંતુલન પર બારીકાઈથી કડક નજર રાખી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here