અમેરિકાના ઈન્ડિયાનામાં ફરી ફાયરિંગ, ૧૦ લોકોને મારી ગોળી, ૩ના મોત

Police deploy after gunfire erupted at a Fourth of July parade route in the wealthy Chicago suburb of Highland Park, Illinois, U.S. July 4, 2022 in a still image from video. ABC affiliate WLS/ABC7 via REUTERS

 

શિકાગો: અમેરિકાના ઇન્ડિયાનાના ગૈરીમાં એક પાર્ટીમાં ફાયરિંગ થયું છે. હુમલામાં દસ લોકોને ગોળી મારી છે. તેમાંથી ત્રણ લોકોના મોતના સમાચાર છે. તમને જણાવી દઇએ કે અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર શિકાગોમાં યોજાઇ રહેલી પરેડમાં ફાયરિંગની ઘટના સર્જાઇ હતી. ઘટના શિકાગોના ઉપનગર હાઇલેંડ પાર્કમાં સર્જાઇ હતી. ઇલેનોય રાજ્યના ગર્વનર જેબી પ્રિત્ઝકરે ૬ લોકોના મોત અને ૨૪ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી આપી હતી. હુમલાવરોને પકડી લેવામાં આવ્યા હતા. તેમની ઉંમર ૨૨ વર્ષની હતી. ફાયરિંગના આરોપીની ઓળખ રોબર્ટ બોબી ઇ ક્રીમોના રૂપમાં થઇ હતી. પોલીસે ઘટનાના બે કલાક બાદ તેને પકડી લીધો હતો. પોલીસે આરોપી શૂટરની તસવીર પણ જાહેર કરી છે. કદ કાઠીમાં તે ખૂબ નાનો છે. તેણે લાંબા વાળ રાખ્યા છે અને શરીર પર ઘણા ટેટૂ બનાવ્યા છે. હુમલાના દિવસે તેણે સફેદ-વાદળી ટી શર્ટ પહેરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here