અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૪૯ આરોપીઓ દોષીત

 

અમદાવાદ: અમદાવાદમાં ૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થયો છે, જેમાં ૫૪ના મોત થયા હતાં અને ૨૦૦થી વધુને ઇજા થઇ હતી. અદાલતે કુલ ૭૮માંથી ૪૯ આરોપીને યુએપીએ હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર યુએપીએ હેઠળ ૪૯ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આ ૪૯ દોષિતોમાંથી એક દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ ૨૯ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

આ તમામને કલમ ૩૦૨ અને ૧૨૦ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓને વીડિયો-કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ૩૦૨ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુદંડની સજા આપવાની જોગવાઇ છે. ચુકાદાને લઇને સ્પેશિયલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૌપ્રથમવાર ચુકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ર્પાકિંગમાં કાર સહિતના વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોર્ટ સંકુલમાં ૧ ડીસીબી, બે એસીપી અને ૧૦૦ પોલીસકર્મીઓ હાજર હતાં. 

નોંધનીય છે કે આ સિરિયલ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ પોલીસે ૯૯ આતંકીઓની ઓળખ કરી હતી. અમદાવાદમાં ૨૦, સુરતમાં ૧૫ ફરિયાદ આ મામલે નોંધાઇ હતી. આ ૩૫ કેસને એક સાથે ભેગા કરવામાં આવ્યા. ૮૨ આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતાં જ્યારે ૩ આતંકીઓ પાકિસ્તાન અને ૧ સીરિયા ભાગી ગયો હતો. ૩ આતંકીઓ અલગ અલગ રાજ્યોમાં સજા કાપી રહ્યાં છે. ૧ આરોપી એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. 

આ કેસની કાર્યવાહી ડિસેમ્બર ૨૦૦૯થી શ‚ કરાઇ હતી. દરમિયાન ૧૧૬૩ લોકોની જુબાની લેવાઇ છે, ૧૨૩૭ સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા છે જ્યારે કે ૬૦૦૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા છે. કેસમાં ૫૧ લાખ પેજની ૫૨૧ ચાર્જશીટ દાખલ કરાઇ છે. ૯૮૦૦ પેજની એક ચાર્જશીટ હતી. ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષ પછી દલીલો પૂર્ણ થઇ. કેસમાં ૭ જ્જ બદલાયા, કોરોનામાં પણ ડે-ટૂ-ડે કેસ ચલાવવામાં આવ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here