અમદાવાદમાં NRG સેન્ટર નવીનીકરણ સાથે શરૂ

 

અમદાવાદઃ ગુજરાત સરકારના સહયોગથી કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતી સેન્ટર નવાં રંગ-રૂપ, નવીનીકરણ સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં શરૂ થઈ ગયું છે.

ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા NRG ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે, જે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે કાર્યરત છે. ગુજરાતની મુલાકાતે આવતા ગુજરાતીઓને ગાંધીનગર સુધી આવવા મુશ્કેલી ન થાય એ માટે ગુજરાતનાં મુખ્ય શહેરોમાં NRG સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે, જે પૈકી અમદાવાદમાં પણ છેલ્લાં દસ વર્ષથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (આશ્રમ રોડ) સેન્ટર ચાલી રહ્યું છે.

ગુજરાત સાથે આર્થિક, વ્યાવસાયિક, મૂડીરોકાણ, તબીબી સારવાર, પ્રવાસન જેવાં કારણોથી જોડાતા બિનનિવાસી ગુજરાતીઓ માટે સિંગલ વિન્ડો માહિતી કેન્દ્ર જેવી સહાયતા ઉપલબ્ધ કરાવવાના આશયે ગુજરાતના NRG મંત્રાલય દ્વારા આ સેન્ટર ચલાવાય છે.

તાજેતરમાં ગુજરાત ચેમ્બરના સહયોગથી NRG સેન્ટરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતની મુલાકાતે આવતા બિનનિવાસી ગુજરાતીઓને હવે મોકળાશભર્યા વાતાવરણમાં અનેક સેવાઓ ઉપલબ્ધ થશે. અહીં મૂડીરોકાણો માટે સેમિનાર, NRG સંમેલન, મેડિકલ ટૂરીઝમ સેમિનાર, વ્યક્તિ વિશેષ ફ્ય્ત્ના વક્તવ્યનું પણ આયોજન કરવામાં આવે છે.

આ સેન્ટરમાં મહત્ત્વની કહી શકાય એવી એ બાબત છે કે વિદેશમાં વસેલા લોકો સાથે લગ્ન કર્યા બાદ થતી સમસ્યાઓ અંગે પણ સેમિનાર અને માર્ગદર્શન આપવામાં આવે છે.

ઉપરાંત બિનનિવાસી ગુજરાતીઓ સરકાર દ્વારા ગુજરાત કાર્ડ પણ મેળવી શકે છે, જેના દ્વારા કાર્ડધારક અનેક જાણીતા વેન્ડરોથી આકર્ષક ડિસ્કાઉન્ટ જેવા લાભ મેળવી શકે છે. વધુ માહિતી માટે સંપર્કઃ દિગંત સોમપુરા – ચેરમેનઃ NRG સેન્ટર. ૆૯૧ ૯૬૮ ૭૦૨ ૬૮૮૬.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here