અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ … ક્રિકેટ રસિકો ઈંતેજાર કરી રહ્યા છે

 

       અમદાવાદમાં જગતનું સૌથી વિશાળ, સૌથી મોટું, સૌથી ભવ્ય અને સૌથી વધુ લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું મોટેરા સ્ટેડિયમ ટૂંક સમયમાં મેચથી ગાજતું અને ક્રિકેટ રસિકોની આનંદની કિકિયારીઓથી ગુંજતું થઈ જશે. આશરે 63 એકર જમીનમાં પથરાયેલું આ સ્ટેડિયમ એક લાખ ને દસ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે. મોટેરા સ્ટેડિયમને શુભ આરંભ ઈન્ડિયા – ઈંગ્લેન્ડ ડે- નાઈટ મેચથી થશે. હાલમાં કોરોનાની સાવચેતીના પગલે માત્ર પ0 ટકા લોકો એટલે કે 55 હજાર લોકો જ ગ્રાઉન્ડ પર મેચ જવા સદભાગી બનશે. એસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમની ક્ષમતા 92 હજાર લોકોની છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એનાથી વધુ 18 હજાર લોકો મેચ જોઈ શકશે, એટલે જગતનુ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયંમ બનવાનું માન મોટેરાને જ મળશે. 

    ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડ઼ેન્ટ પરિમલ નથવાણીના જણાવ્યા અનુસાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે, મોટેરા વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બને. મોદીએ એક લાખથી વધુ લોકોની ક્ષમતા દરાવતું સ્ટેડિયમ બનાવવાનું  કહ્યું હતું. દરમિયાન જ હાલના ગૃહપ્રધાન અમિત શાહ ક્રિકેટ એસો.ના પ્રમુખ બન્યા હતા, એટલે તેમણે વડાપ્રધાન મોદીના સપનાને સાકાર કરવ માટે એક લાખ ને દસ હજાર લોકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું સપનું સાકાર કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here