અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિયત સમયે નિશ્ચિત રુટ પરથી જ નીકળશેઃ 

 

          ભગવાન જગન્નાથની રથયાત્રાનું એક આગવું મહત્વ છે. હાલ કોરોના- સંકટની પરિસ્થિતિ છે. આથી રથયાત્રા અંગેનો નિર્ણય કરવાનું સરકાર માટે કપરું બન્યું હતું, પણ આખરે નિર્ણય લેવાઈ ગયો છે. રાજ્યના ગૃહવિભાગે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી દીધી છે. જનતાના કરફયુ વચ્ચે માત્ર 20 જેટલા ભક્તોની હાજરીમાં રથયાત્રા નીકળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખાસ રથયાત્રા પ્રસંગે હાજરી આપશે. પરંપરા પ્રમાણે, લોકો પોતાના ઘરની અગાશી પરથી કે ઘરમાં બારી -બારણા ખુલ્લા રાખીને રથયાત્રાના દર્શન કરી શકશે લોકો રસ્તા પર કે રથયાત્રા ના રુટ પર એકઠા થઈ શકશે નહિ. આમ કોરોના અંગેની સાવચેતી તેમજ પ્રતિબંધો સાથે તમામ નિયમોનું પાલન કરતા રહીને રથયાત્રાનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here