અમદાવાદમાં ફલાવર શો-૨૦૨૩ને ખુલ્લો મુખતા મુખ્યમંત્રી

 

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  સાબરમતી રિવરફ્રન્ટમાં અમદાવાદ ફલાવર શો ૨૦૨૩ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્નાં હતાં. ઉગદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોઍ ફલાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા જીરાફ, હાથી, ઞ્૨૦, શ્૨૦, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર, હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ, બાર્બી ડોલ જેવા અનેકવિધ ફલાવર સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સૌઍ અત્યંત બિરદાવ્યા હતા. 

આ ઉપરાંત, અમદાવાદ ફલાવર શો ૨૦૨૩માં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલો જેવા કે સેવંતી, ગલગોટા, વર્બેના, પિટુનીયા, ડાયનેલા, ઍકેલીફા, ડાયઍન્થસ, કોલીયસ, પોઈન્સેટીયા, કેલે લીલી, ગજેનીયા, પેન્ટાસ, ઍન્ટીરહિનયમ, સિલ્વર ડસ્ટ, ડહાલિયા, સિલોસીયા, સાલ્વિયા રેડ અને તેમાંથી બનેલા વિવિધ સ્કલ્પચર સહિત વિવિધ ફાર્મ અને નર્સરી, બાગાયતી ફૂલછોડ, ગાર્ડનિંગ અને કિચન ગાર્ડન ફલાવર અને છોડ સહિત ગાર્ડનીંગ ઉપકરણોના પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ મુલાકાતીઓ માટે અનેરૂં આકર્ષણ રહેશે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના ધારાસભ્યો દર્શનાબહેન વાઘેલા, અમૂલભાઈ ભટ્ટ, કંચનબહેન રાદડીયા, ડો. પાયલ કુકરાણી, દિનેશભાઈ કુશવાહ, બાબુસિંહ જાદવ, કૌશિક જૈન, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઍમ. થેન્નારસન, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, કોર્પોરેટરો, ખ્પ્ઘ્ના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્ના હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here