અમદાવાદના નરેન્દ્ર મોદી  સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમે જીત મેળવી ..

 

 

  વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તાજેતરમાં ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે ડે – નાઈટ ટેસ્ટ મેચ યોજાઈ હતી. જેમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ટીમને માત્ર બે જ દિવસમાં 10 વિકેટથી  પરાજિત કરીને શાનદાર જીત હાંસલ કરી લીધી હતી. ક્રિકેટની રમતના ઈતિહાસમાં 144 વરસો બાદ 22મી વાર કોઈ ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં પૂરી થઈ હોય એવું બન્યું છે.ભારતની આ બીજી ટેસ્ટ  હતી જે માત્ર બે દિવસમાં જ પૂરી થઈ છે. આની પહેલાં ભારતે 2018માં અફઘાનિસ્તાનને બેંગલુરુ ટેસ્ટમાં બે દિવસમાં હરાવ્યું હતું. જો કે ઈંગ્લેન્ડના આવી 12 ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં પૂરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

   અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ યોજાય એનો તો ક્રિકેટ રસિકો અનેક દિવસેથી ઈંતેજાર કરી રહ્યા હતા. આ સ્ટેડિયમની પીચ બાબત ઘણું રહસ્ય રાખવામાં આવ્યું હતું.  ભારતની ટીમ 3 ખાસ સ્પીનર સાથે અને ઈંગ્લેન્ડની ટીમ 3 ખાસ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી હતી. ઈંગ્લેન્ડની ટીમને નિર્ણય ભૂલભરેલો હાોવાનું પુરવાર થયું . મેચમાં કુલ 30 વિકેટ પડી. જેમાં સ્પીનરો 28 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાને નિર્ણય લીધો. જેને કારણે ભારતીય ટીમની 3 સ્પીનરોને મેદાનમાં ઉતારવાની રણનીતિ સફળ થઈ. તેમમે 112 રનમાં ઈંગ્લેન્ડની ટીમનો સફાયો કરી દીધો. સ્પીનર અક્ષય પટેલે 6 અને રવિન્દ્ર અશ્વિને 3 વિકેટ લીધી હતી. 

     પહેલા દાવમાં ભારતની શરૂઆત તો વ્યવસ્થિત હતી, પરંતુ ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી. સ્પેશ્યલિસ્ટ સ્પીનર જેક લીચે 4 અને પાર્ટ ટીમ સ્પીનર કપ્તાન જો રુટે 5 વિકેટ લીધી. જેને કારણે ભારતીય ટીમ 145 રન સાથે ઓલઆઉટ થઈ ગઈ. ટીમને 33 રનનો વધારો મળ્યો હતો. 

     પરંતુ બીજા દાવમાં ઈંગ્લેન્ડે પહેલી ઓવરમાં જ ખાતુ ખોલ્યા વિના ર વિકેટ ગુમાવી લીધી. આખી ટીમ 81 રનમાં જ આઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડની ટીમને હરાવવા માટે ભારતીય ટીમને 49 રન બનાવવાની આવશ્યકતા હતી. ભારતીય ટીમે 49 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here