અન્ન અને પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાને કરી જાહેરાત-હવેથી લોકો પોતાના રાશનકાર્ડ પર એકસાથે છ મહિનાનું રાશન મેળવી શકશે..

 

     

      કેન્દ્રીયપ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે,  સરકારી રાશનની દુકાનોમાંથી સસ્તાભાવે અનાજ મેળવવાનો અધિકાર ધરાવતા 75 કરોડ લોકો હવેથી પોતાનો છ મહિનાનો કવોટા એકસાથે મેળવી  શકશે. હાલમાં લોકો બે મહિનાનું અનાજ એકસાથે મેળવી શકે છે, એ પુરવઠો વધારીને હવે છ મહિનાનો કરી દેવામાં આવ્યો છે, જેનો લાભ ભારતના આશરે 75 કરોડ લોકોને મળશે. રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે,સરકારના ગોડાઉનોમાં  પર્યાપ્ત અનાજ છે.. માત્ર પંજાબ જ એવું રાજ્ય છે જયાં લોકોને સરકારી રાશનની દુકાનોમાંથી છ મહિનાનો અનાજ પુરવઠો એકસાથે આપવામાં આવે છે. ભારતના દરેક રાજ્યોમાં આ પ્રકારે અનાજનો પુરવઠો લોકોને મળે તેવી વ્યવસ્થા કરવાનું દરેક રાજયની સરકારને જણાવી દેવામાં આવ્યું છે. 

કોરોના વાયરસથી હાલમાં આમ જનતામાં ભય અને અસલામતીની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આવા માહોલમાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ગરીબ લોકોને અનાજનો પુરવઠો સહેલાઈથી મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here