અનલોક-૪ : ગુજરાત સરકારે નવી માર્ગદર્શીકા જાહેર કરી

 

અમદાવાદઃ  ગુજરાત સરકારે અનલોક-૪ની જાહેર કરેલી માર્ગદર્શિકામાં આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધી તમામ શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે શાળા અને કોલેજમાં ૫૦ ટકા શૈક્ષણિક સ્ટાફને બોલાવી શકાશે અને તેમને ઓનલાઈન શિક્ષણ આપવાની કામગીરી સોંપી શકાશે. પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજરની જાહેરાત કરવામાં આવશે. તેનું ચુસ્ત પાલન કરવું દરેકને માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. બાળકો માટેના ગાર્ડન ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પી.એચડી કે અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સનો અભ્યાસ કરતાં હોય અને  તેમાં લેબોરેટરીની જરૂર હોય તેવા કિસ્સામાં સરકારના ગૃહ મંત્રાલયની આગોતરી પરવાનગી લઈને પછી જ તે ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. લાઈબ્રેરી ખોલવાની છૂટ અપાઈ છે, પરંતુ તેની ક્ષમતાની તુલનાએ માત્ર ૬૦ ટકા લોકોને જ તેમાં એન્ટ્રી આપવાની રહેશે. અનલોક -૪માં હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગની લાંબા સમયની માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આઠમી જૂને બહાર પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-એસઓપીને અનુસરીને હોટેલ-રેસ્ટોરાં ચાલુ રાખી શકાશે. પાથરણાવાળાઓને પણ યુએલબીએ તૈયાર કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને અનુસરીને રસ્તા પર બેસવાની છૂટ આપી દેવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here