અદાણીના NDTV ટેકઓવર સામે સમસ્યા આવી 

 

નવી દિલ્હી: મીડિયા કંપની ન્યૂ દિલ્હી ટેલિવિઝનમાં (NDTV) દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ૨૯.૧૮ ચકા હિસ્સો ખરીદ્યો ત્યારબાદ એનડીટીવીના શેરની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો હતો. જોકે હવે અદાણીના ફ્ઝ઼વ્સ્ ટેકઓવર સામે મોટી સમસ્યા આવી પડી છે. પ્રમોટર્સના કહેવા પ્રમાણે સેબીનો આદેશ તેમને શેર ટ્રાન્સફર કરતા રોકી રહ્યો છે. અદાણી જૂથે આ ડીલને આગળ વધારવા માટે લેવડ-દેવડ અંગે સેબીની મંજૂરી લેવી પડશે. NDTV પ્રમોટર્સના કહેવા પ્રમાણે સેબીનો આદેશ તેમને શેરમાં ટ્રાન્સફર, વેચાણ, ડીલ કરવા પર રોક લગાવે છે. સેબીના આદેશના કારણે અદાણી ગ્રુપને હિસ્સો ટ્રાન્સફર નહીં કરી શકાય. તેની અસર એનડીટીવીના શેર્સની કિંમતો પર પણ પડી શકે છે. ડીલ પહેલા તેના શેર ખૂબ જ ઝડપથી નવા રેકોર્ડ્સ સર કરી રહ્યા હતા, પરંતુ હવે શેરની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here