અક્ષયપાત્ર ન્યુ જર્સી ચેપ્ટર દ્વારા શ્રીધર વેંકટના માનમાં સત્કાર સમારંભ

0
841
ન્યુ જર્સીમાં સ્કિલમેનમાં ડો. રચના અને આનંદ કુલકર્ણીના નિવાસસ્થાને 14મી એપ્રિલે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ન્યુ જર્સી ચેપ્ટર દ્વારા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના (જમણેથી ત્રીજા) સીઈઓ શ્રીધર વેંકટના માનમાં ભોજન-સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી (જમણેથી બીજા) ડો. સુધીર પરીખ અને તેમનાં પત્ની ડો. સુધા પરીખ ઉપસ્થિત રહ્યાં હતાં

.ન્યુ યોર્કઃ ન્યુ જર્સીમાં સ્કિલમેનમાં ડો. રચના અને આનંદ કુલકર્ણીના નિવાસસ્થાને 14મી એપ્રિલે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ન્યુ જર્સી ચેપ્ટર દ્વારા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સીઈઓ શ્રીધર વેંકટના માનમાં ભોજન-સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ અને તેમનાં પત્ની ડો. સુધા પરીખ ઉપસ્થિત રહ્યાં હતાં. ડો. પરીખ અક્ષયપાત્ર ફાઉન્ડેશનને તેની સ્થાપનાકાળથી સહાયરૂપ થઈ રહ્યા છે. તેમણે અક્ષયપાત્ર દ્વારા દુનિયાભરમાં થઈ રહેલાં માનવતાવાદી કાર્યોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ તેઓનાં ચાલી રહેલાં કાર્યો માટે સહાયરૂપ થવાનું વચન આપ્યું હતું. વેંકટે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના મિશન વિશે ચર્ચા કરી હતી. આ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ભારતમાં સ્કૂલ લંચ પ્રોગ્રામ ચલાવે છે. આ ફાઉન્ડેશનનું વિઝન ભારતમાં વંચિત બાળકોને શિક્ષણ અને ભોજન આપવાનું છે. આ ભારતમાં ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો છે.
સન 2003માં ભારત સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન યોજનાની શરૂઆત કરાઈ હતી ત્યારે અક્ષયપાત્ર ફાઉન્ડેશને સરકાર સાથે તમામ સરકારી શાળાઓમાં ભોજન આપવા માટે ભાગીદારી કરી હતી.
હાલમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ભારતમાં 12 રાજ્યોમાં 36 સ્થળોમાં મિડ-ડે મીલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. દરરોજ 1.7 મિલિયન બાળકોને ભોજન મળે છે, જે 14,173 સરકારી શાળાઓને આવરી લે છે.
ન્યુ જર્સીમાં અક્ષયપાત્રનાં કો-ચેર ડો. રચના કુલકર્ણીએ જણાવ્યું હતું કે મહિલા સશક્તીકરણ અને શિક્ષણને પ્રમોશન આપવા માટે તે ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here