અંતિમ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે ૭૩ લોકોની સજા માફ કરી

 

વોશિંગ્ટનઃ વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના કાર્યકાળની અંતિમ ક્ષણોમાં ૧૪૩ લોકોની ક્ષમાની અરજીઓ મંજૂર કરી હતી. આમાં ૨૦૧૬માં તેમના ચૂંટણી વ્યુહરચના તૈયાર કરનાર સ્ટીવ બેનનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે ૭૩ લોકોની સજા માફ કરી હતી, જ્યારે ૭૦ લોકોની સજા ઓછી કરવાની મંજૂરી આપી હતી. ટ્રમ્પનો આ નિર્ણય જો બાયડેનના પદના શપથ લીધાના થોડા સમય પહેલા આવ્યો હતો. ડિસેમ્બરમાં ક્ષમા અરજી માટે સોંપવામાં આવેલા કેટલાક નામોમાં ટ્રમ્પના પૂર્વ સહયોગી સામેલ હતા, વ્હાઇટ હાઉસે બુધવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રમ્પે બેનનને સંપૂર્ણ માફી આપી હતી, જેમને તેમના ૨૦૧૬ના રાષ્ટ્રપતિ અભિયાનના અંતિમ મહિનાઓનો હવાલો સંભાળ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ટ્રમ્પની સરહદની દિવાલને ટેકો આપવાના હેતુથી ઓનલાઇન ભંડોળ ઉભું કરવાના અભિયાનના ભાગરૂપે ન્યુ યોર્કના ફેડરલ વકીલોએ તેમના પર અને અન્ય ત્રણ લોકો પર દસ લાખથી વધુની ઠગાઇ કરવાનો આરોપ મૂક્યો હતો ત્યારે બેનનને ઓગસ્ટમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here