૬ બેડરૂમનો આલિશાન બંગલો રસ્તા પર ચાલવા લાગ્યો? 

 

સાન ફ્રાન્સિસ્કોઃ સામાન્ય રીતે લોકો એક ઘરમાંથી બીજા ઘરમાં રહેવા માટે શિફ્ટ થતા હોય છે પણ અમેરિકામા સાન ફ્રાન્સિસ્કોમાં ૫૦,૦૦૦ સ્કવેર ફૂટનો એક આલિશાન વિલા જ ટ્રક પર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો હતો. ૧૩૯ વર્ષ જુના આ આલિશાન બંગલો બે માળનો છે અને તેમાં ૬ બેડરૂમ છે. આ બંગલો સાન ફ્રાન્સિસ્કોની ફ્રેન્કલિન સ્ટ્રીટ પર હતો અને હવે તેને બીજી જગ્યાએ લઈ જવાઈ રહ્યો છે. આ ઈમારતને શિફ્ટ કરવા માટે અલગ અલગ ૧૫ એજન્સીઓની મદદ લેવામાં આવી હતી. બંગલાને પહેલા તો કાળજીપૂર્વક ઉઠાવીને ટ્રક પર ગોઠવવામાં આવ્યો હતો અને આ વિરાટ કાય ટ્રકને કલાકના ૧.૬૩ કિ.મી.ની ઝડપથી ચલાવવામાં આવ્યો હતો.