૫૪૬ ઓલિમ્પિક મેડલ જીતનાર રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ, બધી જ રમતોમાંથી બહાર

મોન્ટ્રિયલઃ વર્લ્ડ એન્ટી-ડોપિન્ગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે, જેને લીધે હવે રશિયા આવતા વર્ષે ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક અને ૨૦૨૨ બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ નહિ લઈ શકે. ષ્ખ્ઝ઼ખ્એ રશિયા પર એક એન્ટી-ડોપિન્ગ લેબોરેટરી થકી ખોટા આંકડા રજૂ કર્યા હોવાનો આરોપસર ચાર વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.
સમર ઓલિમ્પિકમાં રશિયાનો ઇતિહાસ જૂનો છે, પરંતુ ૧૯૯૬ પછી રશિયા સતત ઓલિમ્પિકમાં હિસ્સો લઈ રહ્યું છે અને વીતેલા ૨૦ વર્ષથી તેના ખેલાડીઓ દુનિયા સમક્ષ તેમની ક્ષમતા પુરવાર કરતા આવ્યા છે. અત્યારસુધી રશિયાએ ઓલિમ્પિકમાં ૧૯૫ ગોલ્ડ, ૧૬૩ સિલ્વર અને ૧૮૮ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ પહેલાં ગત મહિને ષ્ખ્ઝ઼ખ્ના તપાસ અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું હતું કે રશિયન અધિકારીઓએ કેટલાક ડોપિંગ મામલાઓને દબાવવા અને એમાં ખુલાસો કરનારા લોકો પર દબાણ લાવવા માટે મોસ્કો લેબોરેટરીના ડેટા સાથે છેડછાડ કરી હતી. ત્બ્ઘ્એ કહ્યું હતું કે મોસ્કો લેબના ડેટા સાથે છેડછાડ કરવી એ દુનિયાભરમાં ચાલી રહેલા રમત આંદોલનનું અપમાન છે.