નવી દિલ્હીઃ ભારતે અણુહુમલો કરવામાં સક્ષમ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રવિવારે આંધ્રપ્રદેશના તટથી ૩૫૦૦ કિલોમીટરની મારક ક્ષમતાવાળી ધ્-૪ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સબમરીન મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે. આ મિસાઇલને ભારતીય નૌસેનાના સ્વદેશી આઇએનએસ અરિહંત-શ્રેણીના પરમાણુ સંચાલિત સબમરીન પર તહેનાત કરવામાં આવશે.
ઓડિશાના તટ પર ચાંદીપુર રેન્જમાં આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલ જમીનથી હવામાં સટીક નિશાનને ભેદવામાં સક્ષમ છે.QRSAM સિસ્ટમ હેઠળ કોઈ સૈન્ય અભિયાન હેઠળ પણ મિસાઇલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન કે ડ્રોન પર નજર રાખતાં એને તત્કાલ નિશાન બનાવે છે. આ રીતે પિનાકા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. આર્ટિલરી મિસાઇલ સિસ્ટમ ‘પિનાકા’થી ૭૫ કિલોમીટરના અંતર સુધી ચોક્કસ નિશાન લગાવી શકાય છે. પિનાકા એમકે-૧ રોકેટને નેવિગેશન, કંટ્રોલ અને ગાઇડન્સની સાથે લક્ષ્યને ભેદવાની ક્ષમતા વધુ સારી થઈ ગઈ છે. મિસાઇલની નેવિગેશન સિસ્ટમને ઇન્ડિયન રીઝનલ સેટેલાઇટ સિસ્ટમ (IRNSS)ને સપોર્ટ છે, જેને NAVIC પણ કહેવામાં આવે છે.