
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા હતા.
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતનું એક નિવેદન હાલ ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. તેઓએ કહ્યું કે હાર્દિક અને અલ્પેશ સામે હોવાથી કોઇ ફર્ક નથી પડતો. આ વખતની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હશે તેવો દાવો કર્યો હતો.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, અમારા વચનો જ લોકોને આકર્ષે છે. જીત બાદ વચનો પૂર્ણ કરવાના નિર્ણયો થશે. ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો છે. રોજગારી, મોંઘવારી જ અમારો મુદ્દો રહેશે. ભાજપને હાર દેખાય છે એટલે ડરી ગઈ છે. હાર્દિક અને અલ્પેશ સામે હોવાથી કોઈ ફર્ક પડતો નથી. રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે, ૨૭ વર્ષમાં ભાજપની સરકાર ચાલી અને મોટી-મોટી વાતો કરી હતી. જેવી વાતો કરી તેવું કશું દેખાતું નથી. જ્યારે કોંગ્રેસ બોલે છે તે કરે છે. આજે ભષ્ટ્રાચાર દેખાય છે. બીજેપીની જ્યાં સરકાર છે, ત્યાં ભષ્ટાચાર છે. ૨૦૧૭માં ભાજપને ૧૫૦નો ટાર્ગેટ આપ્યો હતો, ૯૯એ આવીને રહી ગયા હતા. ૨૦૨૨માં કોંગ્રેસે ૧૨૫નો ટ્રાગેટ આપ્યો છે અને સફળ થશું. રાહુલ ગાંધીની યાત્રા એક મેસેજ આપી રહી છે. આ આઝાદી બાદ મજબુત યાત્રા છે.
આ ઉપરાંત અશોક ગેહલોતે મોંઘવારી, બેરોજગારીને મોટી સમસ્યા ગણાવી હતી. તેમણે કહ્યુ કે, મેઘવારી અને બેરોજગારીની સમસ્યા સમાપ્ત થવી જોઈએ. રાજસ્થાન મોડલ વિશે ગેહલોતે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, અમે જે વાયદાઓ આપ્યા છે તે રાજસ્થાનમાં કરી બતાવ્યું છે. અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, અમારા વચનો જ એવા હોય છે કે લોકોને આકર્ષે છે. કોંગ્રેસ કહે છે તે પુરા કરે છે. કોંગ્રેસની કથની અને કરણીમાં અંતર નથી. ચુંટણી જીત્યા બાદ આ વચનોને આધાર બનાવી નિર્ણય કરવામાં આવશે. રાજસ્થાનમાં અમે લાગુ કર્યું છે. પહેલાં મેનીફેસ્ટો અંગે કોઇ વાત નહોતી કરતું અમે લાગુ કર્યો. રાજસ્થાનની પ્રક્રિયા પણ ગુજરાતમાં લાગુ પડશે.