૨૪ કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૪,૮૭૯ દર્દીઓ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં ૪૮૭ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ ૭,૬૭,૨૯૬ કેસ થયા છે. જેમાંથી ૨,૬૯,૭૮૯ એક્ટિવ કેસ છે અને ૪,૭૬,૩૭૮ લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોવિડ ૧૯થી અત્યાર સુધીમાં કુલ ૨૧,૧૨૯ લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. 

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં કુલ ૨,૨૩,૭૨૪ કેસ નોંધાયા છે. જ્યારે ૯,૪૪૮ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં બીજા નંબરે તામિલનાડુ છે જ્યાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૨,૩૫૦ કેસ નોંધાયા છે જ્યારે ૧૭૦૦ લોકોના જીવ ગયા છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે જ્યાં કોરોનાના ૧,૦૪,૮૬૪ કેસ નોંધાયા છે અને ૩૨૧૩ લોકોના મૃત્યુ થયા છે.