૨૦૨૨-૨૩નું ડિજિટલ ભારતનું સપનું દેખાડતું બજેટ: હેલ્થમાં બજેટ વધાર્યુ

 

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે નાણાંમંત્રી નિર્મલા સીતારમણના ૨૦૨૨-૨૩ના બજેટથી સામાન્ય જનતાને ઘણી અપેક્ષાઓ હતી. તેમના કાર્યકાળનું આ ચોથુ બજેટ હતું. એવું માનવામાં આવતું હતું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર બજેટમાં અનેક લોભામણી યોજનાઓની જાહેરાતો કરી શકે છે. જોકે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય માણસની અપેક્ષાઓ પૂરી થઇ નથી. બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારની આશા માંડીને બેઠેલા કરદાતાઓને નિરાશા હાથ લાગી છે. આવકવેરાના દરોમાં કોઇ ફેરફાર નથી કરાયો. તેથી ભાજપની મોટી વોટ બેન્ક ગણાતો મધ્યમવર્ગ આ બજેટથી ઘણો નારાજ છે. જોકે આઇટી રિટર્ન ફાઇલ કરવામાં થયેલી ભૂલને સુધારવા માટે બે વર્ષનો સમય આપવામાં આવ્યો છે જેનાથી થોડી રાહત અવશ્ય મળશે.

નાણાં મંત્રની જાહેરાતો વચ્ચે બેજટમાં ભવિષ્યને ધ્યાનમાં રાખતા ડિજિટલ ઇન્ડિયાથી લઇને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેડૂતોના ડિજિટલાઇઝેશન સુધીની વાત કરવામાં આવી, પરંતુ વર્મતાન સમય માટે કોઇ મોટી રાહત આપવામાં આવી નથી. સરકારનું આ બજેટ દૂરંદેશી કહી શકાય. એટલે કે ૨૫ વર્ષ પછીના ડિજિટલ ભારતનું ચિત્ર આ બજેટમાં જોઇ શકાય છે.

એકંદરે આ બજેટને મોંઘવારી વધારતું બજેટ ગણાવી શકાય. સરકાર જનતાને આકર્ષવાને બદલે જોખમ ઉઠાવતુ બજેટ લઇને આવી છે. જોકે સરકારનો લક્ષ્યાંક વૃદ્ઘિને વેગ આપવાનો છે, પરંતુ આ માટે તે મોંઘવારી એટલે કે વધતી મોંઘવારીનું જોખમ લેવા તૈયાર છે. બજેટમાં રોકાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. બજેટમાં કૃષિ માટે કોઇ ચોક્કસ એસઓપી નથી પરંતુ એકંદરે ખૂબ જ નાના ફેરફારો કરવામાં આવ્યા છે. કરવેરાના દરમાં કોઇ ખાસ ફેરફાર થયો નથી, પરંતુ રોકાણને વેગ આપવા માટે વધુ કર વસૂલાત પર ભાર મૂકવામાં આવ્યો છે. બજેટમાં રાજકોષીય ખાધ ઘટાડવા માટે કોઇ પ્રયાસ કરવામાં આવ્યો નથી. સરકાર આ બાબતે ચિંતા કરી રહી નથી. બજેટમાં રોકાણ પર ભાર આપવામાં આવ્યું છે જે મૂડી ખર્ચના ૩૫ ટકા હશે. બીજી તરફ સંક્ષિપ્ત કહીએ તો નિર્મલા સીતારમણના બજેટમાં નોકરિયાત વર્ગ, ખેડૂતો અને વેપારીઓને કોઇ પણ મોટી ભેટ મળી નથી. તેમાં ડિજિટલ કરન્સી, ડિજિટલ બેન્કિંગ યુનિટની મોટી જાહેરાત સામેલ છે. આરબીઆઇ દ્વારા ચેઇન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ વર્ષે ડિજિટલ કરન્સી જાહેર કરશે. એનાથી ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. ક્રિપ્ટોકરન્સીથી થનારી કમાણી પર ૩૦ ટકાનો ટેક્સ લગાવવામાં આવશે. કોરોના કાળમાં શાળામાં ભણતા બાળકોના શિક્ષણને થયેલા નુકસાનને જોતા સરકારે ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી છે જે ઓનલાઇન એજ્યુકેશનમાં મદદ કરશે. સાથે જ ૭૫ જિલ્લાઓમાં ૭૫ ડિજિટલ બેન્કિગ યુનિટ પણ સ્થાપિત કરવાની જાહેરાત નાણાં મંત્રીએ કરી છે. જોક ઇન્કમ ટેક્સમાં કોઇ ફેરફાર ન થતાં મધ્યમવર્ગના લોકો અને નોકરિયાત વર્ગને ફરીથી નિરાશા હાથ લાગી છે. સરકારે ઇનકમ ટેક્સ રિટર્નમાં ફેરફારની સુવિધા આપી છે. હવે બે વર્ષ જૂના આઇટીઆરમાં અપગ્રેડ કરી શકાશે. ડ્યુટી ઘટતા કપડા, ચામડુ, પોલિશ્ડ ડાયમંડ, મોબાઇલ ફોન, ચાર્જર અને કૃષિ ઉપકરણો સસ્તા થશે. સહકારી સંસ્થાઓ પર પણ હવે કોર્પોરેટ ટેક્સની જેમ ૧૫ ટકા ટેક્સ લાગશે. સરકારે રાજ્યના કર્મચારીઓને એનપીએસમાં યોગદાન ૧૪ ટકા કરવાની છૂટ આપી છે. બજેટને કારણે જ્યાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, રત્ન-આભૂષણ, ઘડિયાળ અને કેમિકલ્સ સસ્તા થશે ત્યાં વિદેશી છત્રીઓ મોંઘી થશે. બીજી તરફ સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમમાં છૂટનો વ્યાપ ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવામાં આવ્યો છે. રિટર્ન ભરવામાં કોઇભૂલ થાય તો તેને સુધારવા માટે પણ બે વર્ષનો સમય આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં કોર્પોરેટ ટેક્સને ૧૮ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. તેના પર લાગતો સરચાર્જ પણ ૧૨ ટકાથી ઘટાડી ૭ ટકા કરી દેવાયો છે. કંપનીઓ માટે સ્વેચ્છાએ કારોબારમાંથી બહાર થવા માટેની સમય સીમા બે વર્ષથી ઘટાડીને ૬ મહિના કરી દેવામાં આવશે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

કૃષિ ક્ષેત્ર માટે અનેક જાહેરાતો

આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે, જે અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પહેલા એમએસપીના પૈસા ખેડૂતો સુધી મંડીઓ અને દલાલો દ્વારા પહોંચતા હતાં. સરકારના આ નિર્ણયથી ભ્રષ્ટાચારને રોકવામાં મદદ મળશે. તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે. નાણાં મંત્રીએ જણાવ્યું કે સરકાર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. સરકારના આ નિર્ણયથી જૈવિક ખેતી કરનારા ખેડૂતોને ઘણા લાભ મળશે. બજેટ ૨૦૨૨માં એ વાતની જાહેરાત કરવામાં આવી છે કે હવે ખેડૂતોના ખેતરોની જમીનનું ડિજિટલીકરણ પણ થશે. સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ખેડૂતોની મદદ કરશે જે ફળ અને શાકભાજીની ઉન્નત જાતની ખેતી કરે છે. ખેડૂતોને ડિજિટલ સર્વિસ અંતર્ગત ખાતર, બિયારણ, દવાઓ, દસ્તાવેજ વગેરે સાથે સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન બેતવા લિંક પ્રોજેક્ટ માટે ‚. ૧૪૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. આ યોજનાનો હેતુ ૬૨ લાખ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું, ૯.૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીનની સિંચાઇ અને ૧૦૩ મેગાવોટ વિદ્યુતનું ઉત્પાદન કરવાનો છે. આ યોજનાથી ખેડૂતો ઉપરાંત અનેક લોકોને પણ પીવાનું શુદ્ઘ પાણી મળશે.

રૂ‚પિયો ક્યાંથી આવશે?

કેપિટલ રિસિપ્ટ ઇન્કમ ટેક્સ એક્સાઇઝ ડ્યુટી ૪ ટકા ૧૫ ટકા ૭ ટકા કોર્પોરેશન ટેક્સ જીએસટી કસ્ટમ્સ ૧૫ ટકા ૧૬ ટકા ૮ ટકા નોન ટેક્સ રેવન્યૂ ઉધારી અને અન્ય દેવા ૫ ટકા ૩૫ ટકા ‚પિયો ક્યાં જશે? પેન્શન અન્ય ખર્ચ કેન્દ્રની યોજનાઓ ૪ ટકા ૯ ટકા ૧૫ ટકા નાણાંકીય રાજ્યોને થતી વ્યાજની યોજનાઓ ચૂકવણી ચૂકવણી ૧૦ ટકા ૧૭ ટકા ૨૦ ટકા સંરક્ષણ સબસિડી પ્રાયોજિત યોજનાઓ ૮ ટકા ૯ ટકા.

બજેટમાં શું સસ્તું અને શું મોંઘુ થયું?

સસ્તું – કપડાં – ચામડાનો સામાન – ઇલેક્ટ્રોનિક આઇટમ – મોબાઇલ ફોન અને ચાર્જર – ખેતીનો સામાન – સ્ટીલ – બટન, પેકેજિંગ બોક્સ – વિદેશી મશીન મોંઘુ – આર્ટિફિશયલ ઘરેણા – બ્લેન્ડિગ વગરનું ઇંધણ – છત્રી – કેપિટલ ગુડ્સ – ભેંટ આપવી.

રેલ બજેટમાં ૪૦૦ વંદે ભારત ટ્રેનોની ભેટ

નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩નું સામાન્ય અને રેલવે બજેટ રજૂ કરતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનની જાહેરાત કરી. તેમણે એ પણ કહ્યું કે સરકાર રોડ, રેલવે અને હવાઇ પરિવહનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૪૦૦ વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવશે. નાણાં મંત્રીએ કહ્યુ કે રેલવે ૧૦૦ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ બનાવશે. આગામી ૩ વર્ષમાં તેમનું નિર્માણ કરવામાં આવશે. તેનાથી માલ પરિવહનમાં તેજી આવશે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનની ટૂંકમાં માહિતી આપતા નાણાં મંત્રીએ કહ્યું કે તેના માધ્યમથી દેશમાં રોડ, રેલવે, હાઇવે, બંદરો અને જાહેર પરિવહન પર સરકાર મોટા પાયે રોકાણ કરશે. નાણાં મંત્રીએ આ ક્ષેત્રોને દેશના વિકાસના સાત એન્જિન ગણાવ્યા છે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન પરિવહનના તમામ માધ્યમોના વિકાસ અને વિસ્તારને વધારવાની યોજના છે. તેનાથી દેશમાં મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે સમગ્ર ‚પે પહેલ કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ માસ્ટરપ્લાનમાં આર્થિક પરિવર્તન, વિભિન્ન પરિવહન માધ્યમોથી નિર્બાધ યાત્રી અને માલની અવરજવરને વધારવામાં આવશે. નાણાં મંત્રીએ કહ્યું કે રેલવે નાના ખેડૂતો અને નાના અને મધ્યમ વેપારીઓ માટે નવા ઉત્પાદનો માટે પરિવહન માળખાને વિકસાવશે. સ્થાનિક ઉત્પાદનોનો પુરવઠો વધારવા માટે ‘એક સ્ટેશન, એક ઉત્પાદન’ યોજના શ‚ કરવામાં આવશે. તેનાથી દેશના વિકાસને ગતિ મળશે.

ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહિ

૨.૫૦ લાખ સુધીની આવક કરમુક્ત રહેશે જોકે કરદાતાઓ બે વર્ષ જૂનું આઇટીઆર અપડેટ કરી શકશે. સરકારે આ વખતે પણ ઇન્કમ ટેક્સમાં સામાન્ય માણસને કોઇ રાહત આપી નથી. તેમ છતાં ‚. ૨.૫૦ લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. એટલે કે હાલમાં આવકવેરાની જે સિસ્ટમ છે તે મુજબ જ તમારે આગળ પણ ટેક્સ ચૂકવવો પડશે. જોકે ટેક્સ ટ્રાન્ઝેક્શન સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત હવે તમને તમા‚ બે વર્ષ જૂનું ઇન્કમ ટેક્સ રિટર્ન અપડેટ કરવાની સુવિધા મળશે. જો તમારી આવક ૨.૫થી ૫ લાખની વચ્ચે છે તો તમારે ૫ લાખ ૨.૫ લાખ = ૨.૫ લાખ ‚પિયા પર ૫ ટકા ટેક્સ ચૂકવવો પડશે. જોકે આવકવેરા કાયદાની કલમ ૮૭એનો લાભ લઇને તમે હજી પણ વાર્ષિક ‚. ૫ લાખ સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો.  ઉલ્લેખનીય છે કે છેલ્લા ૮ વર્ષથી એટલે કે ૨૦૧૪થી ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ જ ફેરફાર કરાયો નથી. આ છે ઇન્કમ ટેક્સ સ્લેબ આવક પ્રથમ વિકલ્પ બીજો વિકલ્પ – ૨.૫ લાખ સુધી ૦ ટકા ૦ ટકા – ૨.૫ લાખથી ૫ લાખ ૫ ટકા ૫ ટકા – ૫ લાખથી ૭.૫ લાખ ૨૦ ટકા ૧૦ ટકા – ૭.૫ લાખથી ૧૦ લાખ ૩૦ ટકા ૧૫ ટકા – ૧૦ લાખથી ૧૨.૫ લાખ ૩૦ ટકા ૨૦ ટકા – ૧૨.૫ લાખથી ૧૫ લાખ ૩૦ ટકા ૨૫ ટકા – ૧૫ લાખથી વધુ ૩૦ ટકા ૩૦ ટકા.

ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટો વચ્ચેનો ફરક

બજેટ બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટો વચ્ચેનો ફરક બતાવ્યો. સાથે જ વર્ચ્યુઅલ એસેટ પર લાગનાર ૩૦ ટકા ટેક્સને લઇને પણ સ્પષ્ટ માહિતી આપી. નાણાં મંત્રીએ કહ્યું કે રિઝર્વ બેન્ક ડિજિટલ કરન્સી બહાર પાડશે. કોઇ પણ મુદ્રા ‘કરન્સી’ ત્યારે જ કહેવાય છે જ્યારે કેન્દ્રીય બેન્ક તેને જાહેર કરે છે. જે પણ કેન્દ્રીય બેન્કના દાયરાથી બહાર છે તેને આપણે કરન્સી નહીં કહીએ. અમે એવી કરન્સી પર ટેક્સ લગાવી રહ્યા નથી જે હજી બહાર પડવાની બાકી છે. ડિજિટલ ‚પિયાને આરબીઆઇ બહાર પાડશે, આ જ ડિજિટલ કરન્સી કહેવાશે. આ સિવાય વર્ચ્યુઅલ ડિજિટલ દુનિયામાં જે કંઇ છે તે એસેટ્સ છે. આરબીઆઇના ડિજિટલ ‚પિયા ઉપરાંત ક્રિપ્ટો વર્લ્ડમાં રહેલી તમામ કોઇન વર્ચ્યુઅલ એસેટ્સમાં ગણાશે. તેની લેવડ-દેવડમાં જો કોઇ નફો થાય છે તો અમે તેના પર ૩૦ ટકા ટેક્સ લગાવીશું. ક્રિપ્ટોની દુનિયામાં થનારી દરેક લેવડ-દેવડ પર એક ટકા ટીડીએસ લાગશે. આ રીતે ફરક સ્પષ્ટ છે કે ડિજિટલ કરન્સી એ જ હશે જે આ વર્ષે આરબીઆઇ જાહેર કરશે.

દેશમાં ડિજિટલ યુનિવર્સિટી સ્થપાશે

નાણાં મંત્રીએ જણાવ્યું કે ૨૦૨૨-૨૩ના બજેટમાં દેશના વિદ્યાર્થીઓને વૈશ્ર્વિક સ્તરનું સરળ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવા માટે સરકાર એક ડિટિલ યુનિવર્સિટીની સ્થાપના કરશે. આ યુનિવર્સિટી આઇએસટીઇ સ્ટાન્ડર્ડની હશે. આ યુનિવર્સિટીના માધ્યમથી ઘેર-ઘેર સુધી શિક્ષણને પહોંચાડી શકાશે. વિદ્યાર્થીઓને આ સુવિધા વિભિન્ન પ્રાદેશિક ભાષાઓમાં પ્રાપ્ત થશે અને અન્ય મોટી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ પણ તેમાં મદદ કરશે. તદુપરાંત દેશની કૃષિ યુનિવર્સિટીઓના સિલેબસને નવેસરથી પ્રાકૃતિક જ‚રિયાતો, ઝીરો બજેટ, ઓર્ગેનિક ર્ફામિંગ અને આધુનિક કૃષિના આધારે સંશોધિત કરવામાં આવશે. આ અંતર્ગત પાંચ સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સીલેન્સ બનાવવામાં આવશે. તમામને ‚. ૨૫૦-૨૫૦ કરોડનું ફંડ મળશે. કોરોનાને કારણે બંધ થયેલી શાળાઓને કારણે શિક્ષણ ક્ષેત્રમાં ઘણું નુકસાન થયું છે. તેની ભરપાઇ માટે ડિજિટલ એજ્યુકેશન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. 

રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવશે 

બજેટમાં રક્ષા ક્ષેત્ર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. હથિયારો અને બાકી જ‚રિયાતો માટે અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવાના પગલા અંતર્ગત સરકારે રક્ષા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર ભારત યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રીની જાહેરાત મુજબ સરકાર હવે રક્ષા ખરીદી માટે જે મૂડી નક્કી કરશે તેની ૬૮ ટકા ઘરેલુ ઉદ્યોગો પાસેથી ખરીદી માટે નિર્ધારિત થશે. મંત્રીએ રક્ષા ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી. ડિફેન્સ આરએન્ડડીને હવે ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને શિક્ષણ-સંશોધન ક્ષેત્ર માટે ખોલવામાં આવશે અને રક્ષા ક્ષેત્ર માટે નક્કી આરએન્ડી બજેટમાંથી ૨૫ ટકાનો ખર્ચ તેમના પર જ થશે.

બજેટમાં ગુજરાત માટે જાહેરાત

નાણાં મંત્રી નિર્મલા સીતારમણને જાહેર કરેલા બજેટથી વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરની ગિટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિટ સિટીમાં સ્થપાશે. આમ ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિટ સિટીમાં કાર્યરત થઇ શકશે. ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શ‚ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિટમાં તેમના યુનિત સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. ભારત સરકારે સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ-સ્ટમને તેની શિક્ષણ પોલિસીમાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે ત્યારે નિર્મલા નાણાંમંત્રી સીતારમણે બજેટ ૨૦૨૨-૨૩ દરમિયાન ગાંધીનગરમાં ફિનટેક, સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટિટ્યૂટ ગિટ સિટીમાં સ્થપાશે એવી જાહેરાત કરી છે જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર વધુમાં વધુ ભાર મૂકવામાં આવશે.

મોબાઇલથી લઇને તમામ ગેઝેટ સસ્તા થશે

બજેટ ૨૦૨૨-૨૩માં ૫જીથી લઇને સસ્તા બ્રોડબેન્ડ સુધી મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટ ૨૦૨૨માં એક મોટી જાહેરાત એ થઇ છે કે ઇલેક્ટ્રોનિક આઇટમમાં આયાત ડ્યુટી પર છૂટ આપવામાં આવી છે. મોબાઇલ કેમેરાના મોડ્યૂલ લેન્સ અને ચાર્જર પર પણ આયાત ડ્યુટી પર છૂટ આપવાની વાત કહેવામાં આવી છે. એવામાં મોબાઇલ ફોનથી લઇને ચાર્જર અને અન્ય ગેજેટ સસ્તા થવાના છે. રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડ્યુટી ઘટી ઇલેક્ટ્રોનિક્સ પર લાગતા ટેક્સ પર છૂટ મળશે જ્યારે રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવી છે. સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી વધુ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે.