૨૦૨૨ની ચૂંટણીમાં કોઈ નેતૃત્વ પરિવર્તન નહિ

 

ગાંધીનગરઃ ગાંધીનગરમાં શ્રી કમલમ્ કાર્યાલય સ્થિત ૧૫મી ઓગસ્ટે ધ્વજ વંદન કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, સરકારમાં કોઈ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. એટલું જ નહીં આગામી ૨૦૨૨ની ચૂંટણી મુખ્યંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં જ લડાશે. મુખ્યમંત્રી બદલાશે તેવી છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહેલી તમામ અટકળોનો હવે પ્રદેશ અધ્યક્ષ પાટીલે અંત લાવી દીધો છે. ધ્વજવંદન કાર્યક્રમ બાદ સી. આર. પાટીલે કરેલી વાતથી રૂપાણીના વિરોધીઓની બોલતી બંધ થઈ ગઈ છે. તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે, આગામી ૨૦૨૨ની ચૂંટણી ભાજપ સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન પટેલના નેતૃત્વમાં લડશે