૨૦૨૦માં ભારતના અર્થતંત્રને થયેલા નુકસાનની અસર કાયમી રહેશે : યુએન

 

યુનાઇટેડ નેશન્સઃ કોરોના મહામારીને કારણે વર્ષ ૨૦૨૦માં ભારતના અર્થતંત્રમાં ૫.૯ ટકાનો ઘટાડો જોવા મળશે  તેમ યુનાઇટેડ નેશન્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતનો જીડીપી આગામી વર્ષે વધી જશે પણ ૨૦૨૦માં અર્થતંત્રમાં થયેલા ઘટાડાથી થયેલા નુકસાનની અસર કાયમી રહેશે. શ્ફ્ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા જારી કરાયેલા ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ રિપોર્ટ, ૨૦૨૦માં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ મંદીમાંથી પસાર થઇ રહ્યું છે. ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૪.૩ ટકાનો ઘટાડો જોવા મળશે.