૨૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સતાયુ બનેલા દોલતસાગરસૂરિજીનો ૧૬મી જન્મશતાબ્દી પ્રવેશ

 

સુરતઃ સરેલાવાડી જેન સંઘ દ્વારા આગામી ૧૬મી સપ્ટેમ્બરના રોજ સતાયુ પૂર્ણ કરનારા જૈનાચાર્ય દોલતસાગરસૂરિજી મહારાજાના શતાબ્દી વર્ષ નિમિત્તે પાલ ગુરુપાવન ભૂમિસ્થિત ત્રિદિવસીય ઉજવણીનું આયોજન કરાયું છે. વર્તમાન જૈન શાસનમાં સૌથી મોટા ૧૦૦ વર્ષની ઉંમરના અને સૌથી વધુ ૮૧ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવનાર, સાગર સમુદાયના ૯૨૫થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોના ગચ્છનાયક પ્રવર સમિતિમાં આગવું સ્થાન ધરાવતા જન્મે કડવા પટેલ છે તેવા ગચ્છાધિપતિ દોલતસાગરસૂરિ મહારાજનો આગામી ૧૬મીના રોજ શતાબ્દી વર્ષમાં મંગલ પ્રવેશ થશે. 

જૈન શાસનમાં સિદ્ધિસૂરિ તેમજ ભદ્રસૂરિજી બાદ છેલ્લાં ૨૦૦ વર્ષના ઇતિહાસમાં ૧૦૦ વર્ષ પૂરાં કરનારા આ દોલતસાગરસૂરિજી પ્રથમ હોય, આ પ્રસંગે હર્ષસાગરસૂરિ મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમજ શહેરમાં બિરાજમાન તમામ ગુરુ ભગવંતોની નિશ્રામાં સરેલાવાડી જૈન સંઘ દ્વારા તા. ૧૪, ૧૫, ૧૬મીએ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જન્મે નામ શંકરભાઇ જી. પટેલ, માતાજીનું નામ દીવાળીબેન, વિક્રમ સંવત ૧૯૯૬ના રોજ કારતક વદ ૧૦ના રોજ સાગરજી મહારાજના હસ્તે ચારિત્રગ્રહણ કર્યું હતું. આજે તેઓ જૈનોના સર્વોચ્ચ ગુરુભગવંત છે. પટેલ પરિવારમાં જન્મેલા હોવાથી પટેલ સમાજ અને જૈન સમાજ માટે આ આચાર્ય મોટા ગૌરવસમાન છે. તેથી કાર્યક્રમમાં પટેલ સમાજના અને જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સરેલાવાડી સંઘ વતી સુરેશ શાહે જણાવ્યું હતું કે કોરોના કાળને કારણે કોઇ મોટા જમણવારો કે ભપકા ન કરતાં ગાઇડલાઇનનું પાલન કરીને માત્ર ૫૦ વ્યક્તિની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવાશે. પરંતુ તે તમામ કાર્યક્રમો દરેક શ્રાવકો ઘરે બેઠા યુ ટ્યુબ પર નિહાળી શકશે. તેમજ શ્રાવકો દ્વારા માનવતાવદી, જીવદયા, સામાજિક તેમજ ધાર્મિક કાર્યા અને ઘેર ઘેર આયંબિલ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here