૧.૫ કરોડ ટિકિટ ધરાવતું ક્રૂઝ હાઉસફૂલ

 

ફરવાનો શોખ કોને નથી? દુનિયાની અવનવી જગ્યાઓ ફરવાની ઈચ્છા સૌની હોય છે. જો તમારે વર્લ્ડ ટૂર જઈ દુનિયાના વિવિધ લોકેશન્સ પર ફરવા જવું હોય તો, તમારા ખિસ્સામાં દોઢ કરોડ હોવા જરૂરી છે. પણ તેના માટે તમારે થોડો સમય રાહ જોવી પડશે. મિયામીથી વર્ષ ૨૦૨૪માં વર્લ્ડ ટૂર ક્રૂઝ શરૂ થવાનું છે અને તેના માટેની બધી જ ટિકિટ ગણતરીના કલાકમાં જ વેચાઈ ચૂકી છે.  મિયામીથી રિજેન્ટ સેવન સીસ ક્રૂઝ ૬ જાન્યુઆરી,૨૦૨૪માં  તેની સફર શરૂ કરશે. આ ક્રૂઝ પાંચ કોન્ટિનેન્ટ એટલે કે,  પાંચ ખંડના ૩૧ દેશની સફર કરશે અને આ સફર દરમિયાન ૩૪,૦૦૦ માઈલનો પ્રવાસ થશે. આ ક્રૂઝ તેના મૂળ સ્થાન પર પાંચ મહિનાથી વધુ બાદ, પરત ફરશે. આ વર્લ્ડ ટૂરની સફરે જનારા ક્રૂઝનું ટિકિટ બુકીંગ શરૂ થયાના લગભગ અઢી કલાકમાં તેની તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી.

આ ક્રૂઝ પર દુનિયાભરના લગભગ ૭૦૦ વ્યક્તિ સફર કરશે અને જેની લઘુત્તમ ટિકિટની કિંમત લગભગ ૭૩ હાજર ડોલર છે અને કેબીન ચાર્જની વાત કરીએ  તો,  બે વ્યક્તિ માટેની કેબિનની ટિકિટ  ૪,૦૦,૦૦૦ છે અને આ બધી ટિકિટ ફક્ત અઢી કલાકમાં બુક થઈ ગઈ.

વર્ષ ૨૦૨૩નું વર્લ્ડ ટૂર ક્રૂઝ પણ આજ રીતે ગણતરીના કલાકોમાં હાઉસફુલ થઇ ગયું હતું. પરંતુ, ૨૦૨૪ની ટ્રીપ માટે થયેલા રેકોર્ડ સમયની અંદરના બુકિંગએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here