૧ જુલાઈથી સિંગલ  યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

 

નવી દિલ્હીઃ ૧ જુલાઈથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગવા જઈ રહ્ના છે. આ માટે સરકારે ઍક્શન પ્લાન તૈયાર કર્યો છે. જો કોઈ દુકાન પર સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ મળે છે, તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે સરકારે ઍક્શન પ્લાન તૈયાર કર્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કડક નિયમ બનાવ્યા છે. CPCBઍ સ્પષ્ટ રીતે કહ્નાં છે કે, ૧ જુલાઈથી જો કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરે છે અથવા ઉપયોગ કરે છે, તો તેની સામે કડક કાર્યવાહી થશે.

CPCBઍ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું લિસ્ટ પણ જાહેર કર્યું છે, જે ૧ જુલાઈથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ તમામ પ્રોડક્ટના Alternative માટે ૨૦૦ કંપનીઓ પ્રોડક્ટ બનાવી રહી છે. આ માટે તેમને લાયસન્સ રીન્યુ કરાવવાની જરૂર નથી.

૧ જુલાઈથી આ વસ્તુઓ થઈ જશે બેનઃ પ્લાસ્ટિક સ્ટિકવાળા ઇયર બડ્સ, ફુગ્ગાની પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ફ્લેગ, કેન્ડી સ્ટિક, આઇસ ક્રીમ સ્ટિક,  થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ્સ, પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક પેકિંગનો સામાન, પ્લાસ્ટિકથી બનેલા ઇનવિટેશન કાર્ડ, સિગરેટ પેકેટ્સ, પ્લાસ્ટિક અને પીવીસી બેનર (૧૦૦ માઇક્રોનથી ઓછા) પ્લાસ્ટિક યુઝ કરનાર પર થશે કડક કાર્યવાહી. 

CPCB દ્વારા પસાર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ દુકાનમાં જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે તો દુકાનના ટ્રેડ લાયસન્સ રદ કરવામાં આવશે. દુકાનદારને ફરી લાયસન્સ લેવા માટે દંડ ચૂકવી ઍપ્લાય કરવું પડશે