૧૨ જાન્યુઆરીથી આ એરલાઇન્સ ૨૧ નવી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ શરૂ કરશે

 

નવી દિલ્હીઃ સ્પાઇસ જેટે બુધવારે જણાવ્યું હતું કે તે ૧૨ જાન્યુઆરીથી ૨૧ નવી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરશે. એરલાઇન્સ મુંબઇથી UAE રાસ અલ-ખૈમાહ વચ્ચે બે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરશે, એટલું જ નહીં દિલ્હી-રાસ અલ-ખૈમાહ રૂટ પર ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સ શરૂ કરશે. તે ઓડિશાના ઝારસુગુડાને મુંબઇ અને બેંગલુરુ સાથે જોડતી ફલાઇટ્સ પણ શરૂ કરશે. અને દિલ્હી-ઝારસુગુડા રૂટ પર મોટા બી ૭૩૭ વિમાનોનું સંચાલન કરશે.

મહાનગરોના અને નોન મેટ્રો શહેરો વચ્ચે જોડાણ વધારવા માટેના પ્રયાસોમાં સ્પાઇસ એરલાઇન હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ અને તિરૂપતિ-વિજયવાડા વચ્ચે ફલાઇટ્સ શરૂ કરશે. COVID-19 લોકડાઉનને કારણે બે મહિનાના બ્રેક પછી ૨૫ મેથી ભારતમાં અનુસૂચિત ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે. હાલમાં ભારતીય કેરિયર્સને તેમની COVID ફ્લાઇટ્સના ૮૦ ટકા સંચાલન કરવાની મંજૂરી છે.

દેશના ઉડ્ડયન નિયમનકાર DGCA મુજબ નવેમ્બરમાં કુલ ૬૩.૫૪ લાખ સ્થાનિક મુસાફરોએ હવાઇ મુસાફરી કરી હતી. ઝ઼ઞ્ઘ્ખ્ દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બરમાં ઈન્ડિગો એરલાઇન્સમાં ૩૪.૨૩ લાખ મુસાફરોએ ડોમેસ્ટિક ફલાઇટમાં મુસાફરી કરી હતી. આ જ સમય દરમિયાન સ્પાઇસજેટમાં ૮.૪ લાખ લોકોએ ડોમેસ્ટિક ફલાઇટમાં મુસાફરી કરી હતી. કોરોનાના કારણે ઘણા દેશોમાં મુસાફરી માટે હજી પ્રતિબંધ છે. કોરોના કાળ દરમિયાન એરલાઇન્સ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન ગયું છે. દરેક એરલાઇન્સે મોટી સંખ્યામાં સ્ટાફની છટણી કરવાની ફરજ પડી છે. આ સમય દરમિયાન ઘણા લોકો અટવાયા છે. જો કે ભારતમાં વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા લાખો મુસાફરોને ભારત પાછા લવાયા છે. ઉપરાંત ભારતે ૨૧ જેટલા દેશો સાથે કોરોનાના સમયમાં એર બબલ  સંધિ કરી છે. જેના અંતર્ગત ભારત આ દેશો વચ્ચે ફલાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે.