૧૦૬ લોકોને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર: ગુજરાતનાં આઠ મહાનુભાવો પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ

 

નવી દિલ્હી: પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. પદ્મ પુરસ્કારો પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. ભારતના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન, યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. મુલાયમ સિંહ યાદવનું ૧૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મેદાંતા હોસ્પિટલ ગુ‚ગ્રામમાં લાંબી માદગી બાદ અવસાન થયું. ઉપરાંત, બ્ય્લ્ પ્રણેતા દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ ભારત રત્ન પછી દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.

જે છ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યા છે તેમાં બાલકૃષ્ણ દોશી (મરણોત્તર), એસ એમ કૃષ્ણા, દિલીપ મહાલનાબીસ (મરણોત્તર), શ્રીનિવાસ વર્ધન અને મુલાયમ સિંહ યાદવના નામનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૩મા રાષ્ટ્રપતિએ ૧૦૬ પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે. આ યાદીમાં છ પદ્મ વિભૂષણ, ૯ પદ્મ ભૂષણ અને ૯૧ પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનારાઓમાં ૧૯ મહિલાઓ છે અને યાદીમાં વિદેશી ફ્ય્ત્, ભ્ત્બ્, બ્ઘ્ત્ની શ્રેણીમાંથી બે વ્યક્તિઓ અને ૭ મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

પશ્ર્ચિમ બંગાળના જાણીતા ડો. દિલીપ મહાલનાબીસનું ગયા વર્ષે ઓક્ટોબરમાં નિધન થયું હતું. ડો. દિલીપ મહલનબીસ ૮૭ વર્ષના હતા. ઓરલ રીહાઈડ્રેશનના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે જાણીતા ડો. દિલીપ મહાલનાબીસે પાંચ કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. આ વખતે ડો. દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તેમણે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરણાર્થી શિબિરોમાં તેમની સેવા દ્વારા હજારો લોકોના જીવન બચાવ્યા હતા. 

આ ૯ હસ્તીઓને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે એસ. એલ. ભૈરપ્પા કર્ણાટક, કુમાર મંગલમ બિરલા (વેપાર અને ઉદ્યોગ), મહારાષ્ટ્ર, દીપક ધર (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ) મહારાષ્ટ્ર, વાણી જયરામ (કલા) તમિલનાડુ, સ્વામી ચિન્ના જેયર (અન્ય-અધ્યાત્મવાદ) તેલંગાણા, સુમન કલ્યાણપુર (કલા) મહારાષ્ટ્ર, કપિલ કપૂર (સાહિત્ય અને શિક્ષણ) દિલ્હી, સુધા મૂર્તિ (સામાજિક કાર્ય) કર્ણાટક, મલેશ ડી. પટેલ (અન્ય-અધ્યાત્મવાદ) તેલંગાણા, ૯૧ હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ મળશે.

આંદામાનના નિવૃત્ત સરકારી ડોક્ટર રતન ચંદ્ર કારને દવાના ક્ષેત્રમાં પદ્મશ્રી મળ્યો હતો. રતન ચંદ્ર કાર ઉપરાંત હીરાબાઈ લોબી, મુનીશ્ર્વર ચંદર દાવરને પણ પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પદ્મશ્રી માટે ૯૧ લોકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં દિગ્ગજ રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો અને ડોક્ટરોથી માંડીને જનસેવા સાથે જોડાયેલા કલાકારો અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે