૧૦૧ દિવસ હોસ્પિટલમાં રહી કોરોનાની ટ્રીટમેન્ટ લેનાર એશિયાના પ્રથમ દર્દી ભરતસિંહ સોલંકી

 

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાના દર્દીનો રેકોર્ડ તોડ્યો છે. તેઓ કોરોના માટે હોસ્પિટલમાં લાંબો સમય સુધી સારવાર લેનાર એશિયાના પ્રથમ દર્દી બન્યા છે. ગુરુવારે ભરતસિંહ સોલંકીને સીમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના છે. જેથી તેઓના હોસ્પિટલમાં ૧૦૨ દિવસ પૂરા થશે. બુધવારે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત સોલંકી તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેઓને મળવા પહોંચ્યા હતા. ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. ઈલેક્શન પૂરું થયા બાદ તેઓની તબિયત ખરાબ થઈ હતી. ૨૧ જૂનના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો