હોલીવુડની ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેઈમે ભારતમાં 100 કરોડ રૂા.ની કમાણી કરી …

0
803
Photo: Reuters

 

એવેન્જર્સ – એન્ડગેમ્સનો જાદુ આખી દુનિયાના પ્રેક્ષકોમાં ફેલાઈ ગયો છે.  આ ફિલ્મે ભારતમાં 100 કરોડ રૂા. ની આવક કરી લીધી હોવાનું બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિલ્મ ભારતમાં 500 કરોડનો બિઝનેસ કરે એવી સંભાવના રાખવામાં આવી રહી છે. આ ફિલ્મ દુનિયાભરમાં 8000કરોડ રૂાથી વધારે આવક કરી શકે એમ મનાય છે. દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં એનું નામ આવી ગયું છે. એવેન્જર્સની ટીમનો મહત્વનો ભાગ રહેલા આયર્નમેન એટલેકે અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર છેલ્લા 11 વરસોથી આ સુરિઝ સાથે જોડાયેલા રહ્યા છે. એવેન્જર્સ ફિલ્મોની સફલતાની સાથે સાથે રોબર્ટ પણ સારી કમાણી કરી રહ્યો છે. હોલીવુડના સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રોબર્ટ ડાઉની જુનિયરે ગત વરસે રિલિઝ થયેલી એવેન્જર્સ ઈન્ફિનિટી વોર માટે આશરે 75 મિલિયન ડોલર એટલેકે 521 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે દુનિયાભરમાંથી ર બિલિયન ડોલરની આવક એના નિર્માતાને કરાવી આપી હતી. આ ફિલ્મ  ભારતના દર્શકોને પણ ખૂબ પસંદ પડી હતી. હવે હોલીવુડની ફિલ્મો માટે જબરદસ્ત પ્રેક્ષકવર્ગ ભારતમાં ઉપલબ્ધ થયો હોવાને કારણે હોલીવુડના નિર્માતાઓ ભારતમાં પોતાની ફિલ્મો વેળાસર રિલિઝ કરવા માગતા હોય છે. હોલીવુડની ફિલ્મો માટે ભારતમાં જબરી માર્કેટ ઊભી થઈ છે. વળી ભારતની યુવા પેઢી પણ હવે હિન્દી ફિલ્મો કરતા અંગ્રેજી ફિલ્મને પ્રથમ પસંદગી આપવાનો વિકલ્પ પસંદ કરે છે. બોલીવુડની ફિલ્મોના આવક પર ભવિષ્યમાં એની જરૂર અસર પડશે એવું માનવામાં આવી રહ્યું છે.