હોલીવુડની કલાત્મક અને હૃદયસ્પર્શી ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક બનાવશે આમિરખાન.

0
1131

આદિત્ય ચોપરાની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાન ટિકિ્ટબારી પર સદંતર નિષ્ફળ નીવડી હતી. આ ફિલ્મમાં બિગ- બી અમિતાભ બચ્ચન , આમિર ખાન અને કેટરિના કૈફ જેવાં સ્ટાર- કલાકાર હોવા છતાં ફિલ્મનો ધબડકો થયો હતો.. દર્શકોને પણ એ ફિલ્મ ગમી નહોતી. આથી આફિલ્મની નિષ્ફળતાને કારણે આમિર ખાન બહુજ નિરાશ થઈ ગયો હતો. હવે એ નિરાશાને ખંખેરીને આમિરે ફરી ઉત્સારભરી શરૂઆત કરી છે. એક તરફ એ અતિ ભવ્ય મેગા પ્રોજેકટ- મહાભારતનું નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યો છે, તો બીજી તરફ એ પુનઃ એક સરસ ભૂમિકા ભજવીને વિવેચકો અને દર્શકોના દિલ જીતી લેવાનો પુરુષાર્થ આદરી રહ્યો છે. હોલીવુડની અંગ્રેજી ફિલ્મ જેણે વરસો  પહેલા જોઈ હશે તેને એમાં હીરોની ભૂમિકા ભજવનારા ટોમ હન્કસનો યાદગાર અભિનય પણ યાદ હશે જ.. આ ફિલ્મને બેસ્ટ એકટર, બેસ્ટ ડિરેકટર અને બેસ્ટ ફિલ્મના ઓસકાર એવોર્ડ આપવામાં આવ્યા હતા.હવે આમિર ખાન આ ફિલ્મના ભારતીય હિન્દી અવતારમાં રજૂ થઈ રહ્યા છે , જેનું નામ છે- લાલ સિંહ ચઢ્ઢા …આ ફિલ્મને સિક્રેય સુપર સ્ટારનું નિર્દેશન કરનારા અદ્વૈત ચંદન ડિરેક્ટ કરશે. આમિરખાને તેમના 54મા જન્મદિનની ઉજવણી પ્રસંગે આ ફિલ્મની ઘોષણા કરીને માહિતી આપી હતી. આમિર ખાન અભિનિત આ લાલ સિંહ ચઢ્ઢા વાયકોમ 18 અને આમિર ખાન પ્રોડકશનના બેનર હેઠળ બનાવવામાં આવશે. આમિર ખાને જણાવ્યું હતું કે, તેમણે આ ફિલ્મના નિર્માણ માટેના હકો પેરામાઉન્ટસ ફિલ્મ પાસેથી ખરીદી લીધા છે. 1994માં રિલિઝ થયેલી ફોરેસ્ટ ગમ્પનું નિર્દેશન રોબર્ટ જેમિક્સે કર્યું૆ હતું, ફોરેસ્ટ ગમ્પ ફિલ્મને જુદી જુદી કેટેગરીમાં છ એવોર્ડ મળ્યા હતા. આમિર ખાને જણાવ્યું હતું કે, હું લાલ સિંહની મુખ્ય ભૂમિકા ભજવવાનો છું, અને પિલ્મના અન્ય પાત્રો માટે કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી ઓકટોબર મહિનાથી શરૂ કરવામાં આવશે. એભૂમિકાને અનુરુપ બનવા માટે મારે 20 કિલો વજન ઘટાડવું પડશે.