હોલિવુડની ફિલ્મઃ ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી, વોલ્યુમ- 2માં ( પ્રમોશનલ કલીપમાં) જાણીતા સંગીતકાર બપ્પી લહેરીનું બનાવેલું ગીત- ઝુમ ઝુમ ઝુમ બાબા

0
1357


બોલીવુડમાં અનેક લોકપ્રિય ફિલ્મોમાં લોકપ્રિય સંગીત આપનારા લોકપ્રિય સંગીતકાર- ગાયક બપ્પી લહેરી આમ તો એમના સુવર્ણ અલંકારોના પરિધાન માટે જાણીતા છે. પરંત બોલીવુડમાં અનેક ફિલ્મોમાં સંગીત આપીને એમણે અનેક સુંદર તર્જવાળા ગીતોનું સર્જન કર્યું છે. આયેમ એ ડિસ્કો ડાન્સર, પ્યાર દે રે હમે પ્યાર દે વગેરે અનેક ગીતો આઝે ફમ એટલાંજ કર્ણપ્રિય લાગે છે. અભિનેતા મિથુન ચક્રવર્તીની કારકિર્દીને સફળતા અપાવવામાં બપ્પીદાના સંગીતનો બહુ મોટો ફાળો છે.
 1984માં રજૂ થયેલી ફિલ્મ કસમ પૈદા કરનેવાલે કી ..ફિલ્મનું ગીત ઝૂમ ઝૂમ ઝૂમ બાબા…હોલીવુડની ફિલ્મ ગાર્ડિયન ઓફ ગેલેક્સી-2 ની હિન્દી ભાષાની પ્રમોશનલ કલીપમાં સાંભળી શકાય છે. હવે આગીતને ફિલ્મમાં પણ લેવામાં આવે તેવી સંભાવના છે. હોલીવુડના સ્ટાર ક્રિસ પેટે હિન્દી ગીતની કલીપ સાંભળીને એના બહુ જ વખાણ કર્યા હોવાનું માહિતગાર ફિલ્મ સૂત્રોએ જણાવ્યું હતું.