હોલની કેપેસિટીના 50 ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો

આગામી 15 ઓકટોબરથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સિનેમાઘરો, મલ્ટીપ્લેકેસ, ડ્રાઈવ ઈન સિનેમા, અને ટૂરિંગ તેમજ વિડિયો સિનેમા શરૂ કરવાની સરકારના માહિતી વિભાગે ઠરાવ પ્રસાર કરીને મંજૂરી આપી દીધી હતી. હોલની કેપેસિટીના 50 ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અનલોક- 5ની ગાઈડ લાઈન મુજબ સિનેમાઘરોને કેટલીક શરતોને અધીન રહીને કામગીરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. કોવિદ- 19 અંગે સરકારે નક્કી કરેલી આચાર – સંહિતા મુજબ, માસ્ક, સેનિટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ, મેડિકલ ચેકઅપ વગેરે નિયમોનું ચુસ્તપણે પાલન કરવુૂં જ પડશે. એમાં કશી જ બાંધછોડ કરવામાં નહિ આવે. થિયેટરમાં એક ખુરશી ખાલી રાખીને બીજી ખુરશીમાં બેસવાની વ્યવસ્થા રખાશે.