હોનહાર અને હેન્ડસમ કલાકાર ટાઈગર શ્રોફ કહે છેઃ મને નાનપણથી જ અભિનેત્રી શ્રધ્ધા કપુર માટે ક્રશ હતો, મને એ બહુ જ ગમતી હતી.

0
953

પોતાની મહેનત અને નિષ્ઠાથી કામ કરનાર યુવા અભિનેતા સોહામણા ટાઈગર શ્રોફે હાલમાં એવો એકરાર કર્યો હતો કે, મને મોખરાની અભિનેત્રી શ્રધ્ધા કપુર માટે ક્રશ હતો. પરંતુ એને મોઢામોઢ કહેવાની મારામાં હિંમત જ નહોતી.

ટાઈગર અનેશ્રધ્ધા  હવે બાઝી- 3 ફિલમમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. બન્ને એકશન સીન ભજવવા માટે એકસાથે તાૈલીમ લ ઈ રહ્યા છે. ટાઈગર શ્રોફની કેટલીક ફિલ્મો અગાઉ રિલિઝ થઈચુકી છે. જેમાં ટાઈગર શ્રોફના અભિનયની  દર્શકો અને ફિલ્મ- વિવેચકોએ પ્રશંસા કરી હતી. ટાઈગરની બાઝી-1 અને બાઝી-2માં દિશા પાટનીએ હીરોઈનની ભૂમિકા ભજવી હતી. દિશા અને ટાઈગરની જોડીને દર્શકોએ પણ ખૂબ પસંદ કરી હતી.